આરસીઈપી વિશે ભારતની ચિંતાનું સમાધાન કરવા પ્રયાસ કરીશું ચીન

આરસીઈપી વિશે ભારતની ચિંતાનું સમાધાન કરવા પ્રયાસ કરીશું ચીન
નવી દિલ્હી, તા. 5 નવે.
ભારતે પૂર્વ એશિયાઈ દેશો સાથેના પ્રસ્તાવિત કરાર રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસીઈપી)થી દૂર રહેવાની જાહેરાત કર્યાના બીજા દિવસે ચીને કહ્યું હતું કે ભારતે ઉઠાવેલા મુદ્દાઓનો પરસ્પર સમજણ અને સહકાર દ્વારા નિવેડો લાવવા માટે અમે પ્રયાસ કરીશું. ચીને કહ્યું છે કે ભારત પાછળથી પણ આ કરારમાં જોડાશે તો તેને અમે આવકારીશું.
કરારમાં ન જોડાવાના નિર્ણયની જાહેરાત કરતાં ભારતે કહ્યું હતું કે 16 દેશોનો આ વેપારી કરાર તેના મૂળ ઉદ્દેશનું પ્રતિબિંબ પાડતો નથી અને તે ન્યાયી કે સમતોલ નથી. ભારત સિવાયના 15 દેશો-આશિયાનના સભ્ય એવા દસ દેશો, ચીન, અૉસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ, જપાન અને દક્ષિણ કોરિયાએ આવતે વર્ષે કરાર પર સહીસિક્કા કરવાનું નક્કી કર્યું હતું.
ભારતમાં મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસ ઉપરાંત સંઘ પરિવારની સંસ્થાઓ તેમ જ અનેક સ્થાનિક ઉદ્યોગોએ આરસીઈપીમાં જોડાવાનો વિરોધ કર્યો હતો.
ભારતના નિર્ણયનો પ્રતિભાવ આપતાં ચીનના વિદેશ ખાતાના પ્રવક્તા ગેન્ગ શું આંગે કહ્યું હતું કે આરસીઈપી ખુલ્લો જ છે અને ભારતનું તેમાં સ્વાગત છે.
જો આ કરાર સંપન્ન થાય અને અમલમાં આવે તો તેનાથી ભારતીય ચીજો માટે ચીન અને અન્ય દેશોની બજારોમાં પ્રવેશવું સરળ બનશે. એ જ રીતે તે ચીનની ચીજવસ્તુઓને ભારત અને અન્ય દેશોની બજારોમાં પ્રવેશવામાં સહાયરૂપ બનશે,' એમ ગેન્ગે કહ્યું હતું.
`આ (આરસીઈપી) એક ઉભયમાર્ગી અને પરસ્પરપૂરક કરાર છે. મારે એ હકીકત પ્રત્યે ધ્યાન દોરવું છે કે ભારત અને ચીન બંને વિકાસશીલ દેશો છે. આપણી પાસે 2.7 અબજ લોકોની વિશાળ બજાર છે અને એ બજાર વિશાળ શક્યતાઓ ધરાવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer