રૂા. 2000 કરોડના ફોરેકસ કૌભાંડ સંદર્ભે રશેષ શાહને ઈડીનું તેડું

રૂા. 2000 કરોડના ફોરેકસ કૌભાંડ સંદર્ભે રશેષ શાહને ઈડીનું તેડું
મુંબઈ, તા. 10 જાન્યુ.
એડેલવીઝ ગ્રુપના સ્થાપક અને ચૅરમૅન રશેષ શાહને રૂા. બે હજાર કરોડના કથિત વિદેશી હૂંડિયામણના કૌભાંડ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ શુક્રવારે ઊલટતપાસ માટે બોલાવ્યા હતા. કથિત `ફોરેન એક્સ્ચેંજ સ્મગલિંગ રેકેટ' સંદર્ભે ઈડીએ સંબંધિત પુરાવા, દસ્તાવેજો અને એકાઉન્ટસ બુક્સ સાથે ઈડી સમક્ષ હાજર થવાના સમન્સ પાઠવ્યા છે.
ઈડીના દસ્તાવેજો અનુસાર રશેષ શાહની અગ્રીમ કંપનીઓના વ્યવહારમાં તેમની આ કૌભાંડમાં સંડોવણી હોવાનું સ્પષ્ટ કરે છે.
બેનામી કંપનીઓમાં તેમના સહયોગીઓની સંડોવણી વિશે ઈડી અત્યારે તપાસ કરી રહી છે. કિંમતી હૂંડિયામણની દાણચોરી એ અત્યંત ગંભીર પ્રકારનું કૌભાંડ હોવાનું ઈડીએ જણાવ્યું છે.
આ કૌભાંડનું કદ અને ગંભીરતા એટલી જબરદસ્ત છે કે ઈડી દ્વારા સમન્સ જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ઈડીએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer