ચંદા કોચરની 78 કરોડની સંપત્તિ ઈડીએ જપ્ત કરી

ચંદા કોચરની 78 કરોડની સંપત્તિ ઈડીએ જપ્ત કરી
મુંબઈ, તા. 10 જાન્યુ.
વીડિયોકોન લોન પ્રકરણમાં દોષિત ઠરેલાં આઈસીઆઈસીઆઈ બૅન્કના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ચંદા કોચર વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ કોચરની 78 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં તેમના મુંબઈ ખાતેના ઘર અને તેમના પતિની કંપનીની કેટલીક સંપત્તિનો સમાવેશ થાય છે.
ચંદા કોચર આઈસીઆઈસીઆઈ બૅન્કમાં મૅનેજૅજિંગ ડિરેક્ટર અને સીઈઓ હતાં ત્યારે આ બૅન્કે વેણુગોપાલ ધુતના વીડિયોકોન ગ્રુપને 3250 કરોડ રૂપિયાની લોન આપી હતી, એના બદલામાં ધુતે કોચરનાં પતિ દીપક કોચરની કંપનીનમાં 64 કરોડ રૂપિયાનું રોકાણ કર્યાનો આરોપ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer