ડાંગરના યાર્ડમાં 15 દિવસથી ચાલતી હડતાળ સમેટાઇ

ડાંગરના યાર્ડમાં 15 દિવસથી ચાલતી હડતાળ સમેટાઇ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.21 જાન્યુ.
 અખિલ ગુજરાત રાઇસ મિલ ઓનર્સ એસોસિયેશનના સભ્યો પાસેથી ભૂતકાળની અસરથી વેટની ઉઘરાણી સરકારે ચાલુ કરતા ગત તા. 5 જાન્યુઆરીથી અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવી હતી. સરકારે આ મુદ્દે ઘટતું કરવા માટે ખાતરી આપતા હડતાળનો પંદર દિવસ બાદ તા.9 જાન્યુઆરીએ અંત આવ્યો છે.  જોકે પ્રશ્નનો ઉકેલ હજુ સંપૂર્ણપણે આવ્યો નથી.
ઍસોસિયેશને તમામ સભ્યોને તા. 19.1.2020થી ખરીદી તેમ જ માલ ડિલીવરીનું કાર્ય પુન:શરૂ કરવા અંગેનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં રાઇસ બ્રાન ચાલે છે તેવા સાણંદ ઉપરાંત બાવળા, ધોળકા, અમદાવાદ, જેતલપુર, બારેજા, ખંભાત, તારાપુર, લિંબાચી વગેરે માર્કેટ યાર્ડઝમાં પણ સંપૂર્ણપણે ખરીદ-વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. 
ફુસકી પર 2006થી વેટ પાંચ ટકા લાદ્યો હતો પરંતુ સરકારે વેટ ભરવા અંગે સ્પષ્ટતા કરી ન હતી અને વેપારીઓએ વેટ ભર્યો ન હતો. સરકારે 2016માં વેપારીઓને વેટ ભરવાનો હુકમ કર્યો હતો. આ દરમિયાન અચાનક 2015માં એક પાર્ટીને આ અંગેની નોટિસ આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer