અમલસાડનાં ચીકુ માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવવા માગ

દ. ગુજરાત ચેમ્બરે કેન્દ્રિય પ્રધાન રૂપાલા સમક્ષ ખેડૂતોની હૈયાવરાળ ઠાલવી
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 22 મે 
ફળો અને શાકભાજીનાં ખેતી માટે રાજ્યનો દક્ષિણ ઝોન અગ્રેસર છે. ખેડૂતો ચીકુ, કેળા, કેરી, જમરૂખની સહિતનાં ફળોની મોટાપાયે ખેતી કરે છે. કોરોના મહામારીના પગલે ખેડૂતોનો પાક વેચાણ કેન્દ્ર સુધી પહોંચી શકતો નથી. ફળોની નિકાસ પણ અટકી પડી છે.
દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા આયોજીત વેબીનારમાં કેન્દ્રિય પ્રધાન રૂપાલા સમક્ષ અમલસાડનાં ચીકુ માટે ખાસ ટ્રેન દોડાવવાની માગ કરી છે.  
ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ મોટાપાયે ચીકુનુ ઉત્પાદન થાય છે અને એના માટે પહેલા અમલસાડથી ચીકુ માટે સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવતી હતી. આથી ફળો માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની માંગ તેમણે કરી 
હતી. કેરી, ચીકુ અને અન્ય પાકોનો વ્યવસ્થાના અભાવે બગાડ થાય છે.
ફુલોના પણ ઘણા ખેતરો છે એને પણ નુકસાન થયુ છે. કોલ્ડ સ્ટોરેજમાં પણ પાક પહોંચાડી શકાયો ન હોવાથી નુકસાન થયુ છે. સજીવ ખેતી ડેવલપ થઇ રહી છે. આથી ઓર્ગેનિક કલ્ચર ડેવલપ કરવા માટે સગવડ ઉભી કરવા માટે વિનંતી કરી હતી.  
કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, અમલસાડથી ચીકુ માટે પહેલા જે સ્પેશિયલ ટ્રેન દોડતી હતી તેની અત્યારે આવશ્કયતા અને જરૂરિયાત હોય તો ચેમ્બરને રજૂઆત કરવા માટે જણાવ્યુ હતુ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer