ઉંઝા યાર્ડમાં જીરુ અને ઇસબગુલની વધતી આવક

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 22 મે 
ઉંઝા માર્કેટ યાર્ડ ખૂલ્યાના અઠવાડિયા પછી મસાલાની હરાજી પૂર્વવત થવા લાગી છે. જીરા અને ઇસબગુલ સાથે હરાજીનો પ્રારંભ થઇ ચૂક્યો છે.  જીરાની દરરોજ આશરે 50 હજાર બોરીની તેમજ ઇસબગુલની આશરે 15-20 હજાર બોરીઓની આવકો શરૂ થઇ ગઇ છે. રાજસ્થાનનું જીરું ઉંઝામાં ઠલવાય છે. સૌરાષ્ટ્રની આવક ઓછી છે. વરિયાળી, અજમાની તેમજ સુવાની પણ હરાજી અમુક દિવસોએ શરૂ થઇ છે.  
ઉંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતુ કે હાલમાં એક દિવસ જીરુ ઇસબગુલ અને બીજા દિવસે અજમો, સુવા, વરિયાળીની આવકો થાય છે. સુવાની રોજ પાંચેક હજાર બોરીની, વરિયાળીની 10-15 હજાર બોરી (65 કિગ્રા)ની આવકો થાય છે. જીરામાં ગુણવત્તા ફરક બહુ આવે છે તેથી તેના ભાવ નીચામાં મણદીઠ રૂા. 2000થી રૂા. 3,500 સુધીના ભાવ હોય છે. ઇસબગુલમાં રૂ. 2000ના ભાવ છે. જ્યારે વરિયાળીના ભાવ રૂા. 950થી 1100 છે. અજમાના ભાવ સામાન્ય રીતે રૂા. 1200થી 1600 સુધીના ભાવ છે. નીચા ભાવને કારણે મોટા ભાગના માલ પેન્ડિગ રહે છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer