કંપનીઓ જૂન-20 ત્રિમાસિકના પરિણામો મુલતવી રાખવા માંગે છે

મુંબઈ, તા. 22 મે 
કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલુ રહ્યો હોવાના કારણે કંપનીઓના કામકાજ ઉપર અસર થઈ હોવાથી તેઓ આ પરિણામોને મુલતવી રાખવા અથવા તેને સપ્ટેમ્બર ત્રિમાસિકની સાથે ભેળવી દેવાની રજુઆત સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ કરી છે. 
કંપનીઓના મેનેજમેન્ટને અશંકા છે કે `તેમને એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં નફામાં જંગી ઘટાડો આવ્યો છે અને વેચાણમાં ઘટાડો થયો છે.' તેથી રોકાણકારો અને બેંક્સ ઉજર આની વિપરીત અસર પડશે. 
લોકડાઉનને કારણે શેરના ભાવમાં થયેલા ઘટાડાને લીધે કેટલાક ઉદ્યોગ સંગઠનોએ પ્રેફરન્સીયલ ઈક્વિટી ઓફર અને ઓપન ઓફરના ભાવ સંબંધિત નિયમોને હળવા કરવાની ભલામણ સેબીને કરી છે. કંપનીઓને રિવર્સ બુક બિલ્ડીંગ દ્વારા ડીલિસ્ટિગ કરવા દેવાની પણ તેમની માંગણી છે. 
જૂન ત્રિમાસિકમાં કંપનીઓના નફામાં કેટલા ગાબડાં પડશે તેના અંદાજ લગાવવાનું એનલિસ્ટ્સે શરૂ કર્યું છે ત્યારે સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિલીપ લાખાણીએ કહ્યું કે કંપનીઓના પરિણામો જાહેર થશે ત્યારે તે આંચકાદાયક હશે. ખોટને કારણે તેમના નેટવર્થમાં ગાબડું પડશે અને કંપનીઓની ધિરાણ લેવાની ક્ષમતા ઘટશે. આ એક અભૂતપૂર્વ સ્થિતીમાં બજાર નિયામકે પારદર્શકતા અને કોર્પોરેટ ગવર્નન્સના ધોરણોની વિરુદ્ધ જતી માંગણીઓની સમીક્ષા કરવી પડશે.  સેબીએ આ માંગણીઓ વિષે' હજી નિર્ણય લેવાનો બાકી છે. લિસ્ટેડ કંપનીઓએ ત્રિમાસિક પૂરું થાય તેના 45 દિવસમાં પરિણામ જાહેર કરવાનું હોય છે. 
પ્રેફરન્સીયલ એલોટમેન્ટ માટેના ભાવની માર્ગરેખા પ્રમાણે ઈશ્યુ ભાવ બે સપ્તાહના સરેરાશ અથવા છેલ્લા 26 સપ્તાહમાંથી જે ભાવ વધુ' હોય તે હોવો જોઈએ. જોકે, 500 કંપનીઓના વિશ્લેષણ ઉપરથી જાણવા મળે છે કે શેરના વર્તમાન ભાવ અને સેબીની રીત પ્રમાણેના ભાવમાં 50 ટકાનો તફાવત છે. આનાથી કંપનીઓને પ્રેફરન્શિયલ ધોરણે ભંડોળ એકત્ર કરવાનું મુશ્કેલ બને છે. કંપનીઓને અત્યારે નાણાંની' જે તાતી જરૂર છે તેમાં આ માર્ગ શ્રેષ્ઠ છે.' 
ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી) અને કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) એ નિયામકને કરેલી રજૂઆતમાં આ મુદ્દો રજૂ કરાયો છે.
સેબીના એક અધિકારીએ કહ્યું કે ફિક્કીએ જે પ્રક્રિયા સૂચવી છે તે મુજબ રોકાણકારો તેમના શેર કંપનીને વેચવા માટે ઊંચી' કિંમત માંગી શકે છે. પણ અત્યારે શેરના ભાવ ખુબ ઘટી ગયા છે ત્યારે ડીલિસ્ટિગ કરવા માંગતી કંપનીઓની યોજના યોજના વિલંબમાં પડી શકે છે અથવા અટકી જઈ શકે છે. 
અધિકારીએ કહ્યું કે આ એકમોમાંથી એકે સૂચવ્યું છે કે કંપનીઓને ભંડોળ એકત્ર કરવા માટે ઓફર દસ્તાવેજ લાવવાની મંજૂરી અપાય જેમાં છ મહિનાથી વધુની નાણાકી માહિતી અને ભંડોળ એકત્ર કરવાનો સુધારિત હેતુ હોય. કેટલીક કંપનીઓ એવી છે જેમને સેબીએ ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી છે અને તે સમય મર્યાદા થોડા મહિનામાં પૂરી થઈ રહી છે. તેઓ સેબીને ઈશ્યુ પાછો ઠેલવાની મંજૂરી માટે વિનંતી કરી રહી છે. આ ઉપરાંત સેબીની મંજૂરી વગર ભાવ અને અન્ય નિયમોમાં બદલાવ માટેના પ્રસ્તાવ પણ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer