લોકડાઉનમાં સક્રિય જાનિંગ મિલોને થઇ `કમાણી''

કપાસ સસ્તો મળ્યો અને રૂ ઊંચા ભાવે વેચાતાં મળ્યા મોટા માર્જિન'
નિલય ઉપાધ્યાય'
રાજકોટ, તા. 22 મે'
લોકડાઉનના આરંભે બંધ પડેલા જાનિંગ ઉદ્યોગને બાદમાં છૂટછાટો મળતાં શરૂ થયેલા જિનોને કમાણી પણ તગડી થઇ છે. રૂ બજારમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્યભરમાં લોકડાઉન વખતે માંડ 15થી 20 ટકા જિનો છૂટછાટમાં ચાલુ થઇ હતી. આવા જિનોને કપાસની મળતર સસ્તા ભાવમાં થઇ અને રૂની ખપત ઊંચા ભાવમાં થતા સારો માર્જિન પ્રાપ્ત થયો છે.'
સૌરાષ્ટ્ર કપાસ, કપાસિયા અને ખોળ એસોસીએશનના પ્રમુખ અવધેશ સેજપાલ કહે છે, લોકડાઉન શરૂ થયું ત્યારે સીસીઆઇ એટલી સક્રિય ન હતી. જોકે ખેડૂતોને નાણાની જરૂર રહેતા ખુલ્લા બજારમાં કપાસની વેચવાલી સારી હતી. પરિણામે ચાલી રહેલી જિનોને માલ મળ્યો હતો. કપાસ રૂા. 675થી 950 સુધી ગ્રેડ પ્રમાણે મળ્યો હતો. જાનિંગ મિલોએ ચલાવ્યો અને રૂ પણ બનાવ્યું, તેમને ફાયદો મળ્યો હતો.'
એક જિનર કહે છે, મહારાષ્ટ્ર, આંધ્ર અને સૌરાષ્ટ્રનો કપાસ રૂા. 900-950માં ખરીદીને રુ બનાવવામાં આવે તો નફો સારો મળે છે. ખેડૂતો અગાઉ રૂા. 1100માં વેચવાની જીદ કરતા હતા તે હવે સસ્તાંમાં કપાસ વેચવા લાગ્યા છે. અત્યારે રૂના વેપાર રૂા. 32,500-32,700 આસપાસ થાય છે. કપાસિયા અને'
ખોળ ઘટ્યા છે, છતાં જિનોને ફાયદો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અત્યારે 75-80 જેટલી જાનિંગ મિલો ચાલુ છે. અમુક કલાકો સુધી કામકાજ પણ ચાલે છે. સીસીઆઇમાં ન જતો હોય તેવો કપાસ જિનોને સરળતાથી મળે છે. ફરધરના સોદા પણ રૂા. 700માં થાય છે. તેમાંથી બનતું રૂ રૂા. 22,500માં ખપી જાય છે. આમ લોકડાઉનમાં જે જિનો ચાલુ રહ્યા તેમને પાછલા દાયકામાં ન થઇ હોય તેવી કમાણી ટૂંકાગાળામાં થઇ હોવાનું પણ કહેવાય છે.'
ઘઉં, ચણા અને મકાઇનું ભૂસું-ચૂરમું, કઠોળ અને શાકભાજી મળી રહેતું હોવાથી ચારા માટે ખોળની માગ સાવ ઘટી ગઇ છે. ભેળસેળ પણ વ્યાપક થતી હોવાથી ખોળનો વપરાશ ઘટ્યો છે ત્યારે ભાવ અઠવાડિયામાં નોંધપાત્ર તૂટી ગયા છે. કપાસિયા ખોળનો ભાવ રૂા. 70-80 તૂટીને રૂા. 1050-1200 સુધી થઇ ગયો છે. કડીમાં 60 કિલો રૂા. 1340-1360માં વેચાય છે. કપાસિયા સંકર પણ રૂા. 35 તૂટીને રૂા. 490-500માં મળવા લાગ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer