ચીનના સત્તાવાર રિઝર્વમાં ચાર ટકા સોનુ નકલી છે!

ચીનના સત્તાવાર રિઝર્વમાં ચાર ટકા સોનુ નકલી છે!
વુહાન શહેર વાયરસ જ નહીં, નકલી સોનાના કૌભાંડ માટે પણ બદનામ છે  
મુંબઈ, તા. 10 જુલાઈ 
ચીને તાજેતરનાં વર્ષોમાં સોનાની છેતરામણીનું સૌથી મોટું કૌભાંડ આચર્યું છે. ઝીરો એજના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આ કૌભાંડ માત્ર ચીનને જ નથી સંડોવતું, પરંતુ તે ચીનના તમામ કૌભાંડોનો પર્યાય બની ચૂકેલા વુહાન શહેરમાંથી સર્જાયું છે. 
કિંગગોલ્ડ દ્વારા જૂન મહિના સુધીમાં લેણદારો પાસેથી મેળવેલી 16 અબજ યુઆનની લોન સામે મુકાયેલું 83 ટન જેટલું હેતુપૂર્વક શુદ્ધ કરાયેલું સોનું બનાવટી છે. સોનાનો આ જથ્થો, ચીનના સોનાના વાર્ષિક ઉત્પાદનના 22 ટકા અને વર્ષ 2019માં ચીનની સોનાની અનામતો (ગોલ્ડ રિઝર્વ્સ)ના 4.2 ટકા જેટલો થાય છે. 
ટૂંકમાં, ચીનની સત્તાવાર ગોલ્ડ રિઝર્વ્સમાં 4 ટકાથી વધુ સોનાની અનામતો બનાવટી છે. આમાં પણ એવું ધારી લેવાયું છે કે ચીનના અન્ય કોઈ ગોલ્ડ પ્રોડ્યુસર અને જ્વેલરી મેકર્સ આ પ્રકારની છેતરાપિંડીમાં સંડોવાયેલા નથી. 
જૂનની શરૂઆતમાં મિનશેન્ગ ટ્રસ્ટ, દોન્ગ્ગુઆન ટ્રસ્ટ અને નાના લેણદાર શાંગઆન ટ્રસ્ટે કિંગગોલ્ડ સામે ફરિયાદ દાખલ કરી છે અને તેમને થયેલું નુકસાન ભરપાઈ કરવા માટે પીઆઈસીસી પીએન્ડસી કવરની માગણી કરી છે. 
પીઆઈસીસી પીએન્ડસીએ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે, પરંતુ જણાવ્યું છે કે આ કેસ અત્યારે કાયદાકીય પ્રક્રિયામાં છે. પીઆઈસીસી પીએન્ડસીના સૂત્રોએ જણાવ્યું કે દાવાની પ્રક્રિયા કિંગોલ્ડે શરૂ કરવી જોઈએ, કેમકે નાણાં સંસ્થાઓને નહીં પરંતુ વીમેદારને લાભા થશે. કિંગોલ્ડે કોઈ દાવો કર્યો નથી. 
કિંગોલ્ડે આશરે 20 અબજ યુઆનમાં હજારો કિલોગ્રામ સોનું 14 કરતાં વધુ લેણદરોને પ્લેજ કર્યું હતું. 
ઝીરો હેજનો અહેવાલ જણાવે છે કે આ દર્શાવે છે કે ચીનમાં કેવી બહુસ્તરીય છેતરાપિંડી થાય છે ? અગાઉથી જ ચાલી આવતી જડતા અને ચીનના શક્તિશાળી લશ્કર સાથેનાં જોડાણોનો લાભ લઈને કિંગોલ્ડના સ્થાપકને છૂટો દોર અપાયો હતો એ કોઈ સવાલ કરનાર ન હતું. 83 ટન સોનાના ચોસલાથી માંડીને ચીનમાં હાઉસિંગ ક્ષેત્રની તેજીમાં ભાગ લેવા અબજોનું ભંડોળ મેળવવા સહિત એક પછી એક અનઅપેક્ષિત ઘટનાઓ કૌભાંડોનો પર્દાફાશ કરે છે. અને ચીનની મોટા ભાગની કંપનીઓ અને વેપારી સાહસોના કેન્દ્રમાં રહેલા હલકી કક્ષાનાં કૌભાંડોને બહાર લાવે છે. 
સોનાની વાત છે, ત્યાં સુધી, અબજો યુઆનના સોનાના ચોસલા ક્યારેય અસ્તિત્વમાં જ ન હતા અને છતાં પણ તેની સામે અબજો યુઆનના ભંડોળને મંજૂરી મળી , જેનો લાભ ફક્ત કિંગોલ્ડના સ્થાપક જિયાને જ નહીં, પરંતુ ચીનના સરહદના અર્થતંત્રને પણ થયો. 
આ વાત ભયજનક છે, કેમકે નાણાંકીય કટોકટીની તુરંત બાદ ચીન ભૂતિયાં શહેરો બનાવવા માંડ્યું હતું, દરેકને ખબર હતી કે જો આ શહેરો ખરેખર અસ્તિત્વમાં હોય તો પણ દેખાડવામાં આવેલી માગ ક્યારેય સંતોષવાની નથી. જોકે, હવે જોવા મળે છે કે ચીનની તે પછીની આર્થિક તેજીનો મુખ્ય આધાર સોના જેવી હાર્ડ એસેટ્સમાં અબજો ડોલરના અનુમાન ઉપર ટકેલો છે. 
આવા નિર્લજ્જ પણે આચરવામાં આવેલા કૌભાંડમાં કિંગોલ્ડ ફક્ત એકમાત્ર ચાઈનીઝ કંપની નથી એ સ્પષ્ટ છે અને તેનાં પરિણામો પણ સ્પષ્ટ છે ?  ચીનના લેણદારો અને વીમા કંપનીઓ તેમનાં કોલાટરેલની સતપાસ શરૂ કરી ત્યારે તેમને ખબર પડી કે અબજો ડોલરની લોન સામે તેમની પાસે સોનાને બદલે ફક્ત ટંગસ્ટન કે તાંબું જ છે. તે પછી એમની પાસે બે વિકલ્પો રહ્યા છે ? કૌભાંડ જાહેર કરવું, જેના પગલે જેલ સહિતના સંખ્યાબંધ વિપરિત પરિણામો ભોગવવાના થાય અથવા ચૂપચાપ સોનાની બનાવટની વર્ષોથી ચાલી આવતી રદબાતલ ભરવા આવશ્યક સોનું ખરીદી લેવું. 
સમગ્ર કૌભાંડના કેન્દ્રમાં વુહાન કિંગોલ્ડ જ્વેલરી ઈન્ક છે. કંપનીના નામમાં દર્શાવ્યું છે એમ જ તે વુહાનમાં સ્થપાયેલી અને ત્યાંથી જ સંચાલિત થાય છે. તેનું સ્લોગન છે - સોનેરી ભવિષ્ય ધરાવતી કંપની 
કિંગોલ્ડનું નામ પણ કદાય ચોરેલું છે. વિશ્વની સૌથી મોટી સોનાની ખાણકામ કરતી કંપનીનું નામ કિનરોસ ગોલ્ડ છે. તે ચીનના હુબેઇ પ્રાંતમાં સૌથી મોટી ખાનગી ગોલ્ડ પ્રોસેસર કંપની છે. તેના શૅર નાસ્ડેકમાં લિસ્ટેડ છે. કંપનીના ચૅરમેન જિયા ઝિહોન્ગ છે, જે પૂર્વ લશ્કરી અધિકારી છે અને કંપનીમાં મહત્તમ શૅરહોલ્ડિગ ધરાવે છે. 
બનાવટી સોનાનું કૌભાંડ ફેબ્રુઆરીમાં જ્યારે ડોન્ગ્ગુઆન ટ્રસ્ટે પરત મેળવવાનાં બાકી ધિરાણો સામે કિંગોલ્ડનાં કોલાટરલને લિક્વિડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે બહાર આવ્યું. 2019ના અંતે કિંગોલ્ડ કેટલીક ટ્રસ્ટ પ્રોડક્ટ્સમાં રોકાણકારોને પરત ચુકવણી કરી શકી ન હતી. ડોન્ગ્ગુઆન ટ્રસ્ટે જણાવ્યું કે ચકમકતા સોનાના ચોસલા ખરેખર તો તાંબા મિશ્રિત ધાતુ હોવાનું જાણવા મળ્યું. 
આ વાત બહાર આવતાં કિંગોલ્ડને નાણાં ધીરનારી અન્ય કંપનીઓ ચોંકી ગઈ. તેમણે પણ તપાસ શરૂ કરી અને ચાઈના મિનશેન્ગ ટ્રસ્ટ, જે કિંગોલ્ડની સૌથી મોટી ધિરાણદાર કંપની છે, તેણે કિંગોલ્ડનાં દેવાં સામે કોલાટરલની તપાસ માટે અદાલતમાંથી આદેશ મેળવ્યો. 22મી મેના રોજ તપાસનાં પરિણામમાં જાણવા મળ્યું કે ચોમિન્શેન્ગ ટ્રસ્ટના નામે કરાયેલાં ચોસલા હકીકતમાં તાંબા મિશ્રિમત ધાતુ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer