સૌર ઉર્જાના ક્ષેત્રે આત્મનિર્ભર બનવા વડા પ્રધાન મોદીનો અનુરોધ

સૌર ઉર્જાના ક્ષેત્રે આત્મનિર્ભર બનવા વડા પ્રધાન મોદીનો અનુરોધ
મધ્ય પ્રદેશના રેવામાં 250 મે. વો. સૌર ઊર્જા પ્લાંટનું ઉદ્ઘાટન  
રેવા, તા. 10 જુલાઈ
ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સૌર ઊર્જા ક્ષેત્રે આત્મ નિર્ભરતા પ્રાપ્ત કરવાનો અનુરોધ કર્યો હતો.  
મધ્ય પ્રદેશમાં 750 મેગા વોટ ક્ષમતાના સૌર ઉર્જા પ્રોજેકટના ડિજિટલ લોન્ચનો કરતા વડા પ્રધાને કહ્યું કે સોલાર પેનલ અને તેને લગતા અન્ય ઉપકરણોની આયાત ઓછી કરવાની દિશામાં આપણે પ્રયાસો કરવા પડશે અને સોલાર મોડ્યુલસની ઉત્પાદન ક્ષમતા વધારવી પડશે. સોલાર બેટરીનું ઉત્પાદન ભારતમાં કરવું પડશે અને તે પણ  ઝડપી , એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું  હતું.  
મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ લખનઉથી અને મુખ્ય પ્રધાન શિવરાજાસિંહ ચૌહાણ ભોપાલથી વિડિઓ લોન્ચિગમાં સામેલ થયા હતા. 
1500 હેકટર જમીનમાં રેવામાં સ્થાપિત 250 મેગા વોટ ક્ષમતાના આ સૌર ત્રણ ઉર્જા પ્રોજેકટની કુલ ક્ષમતા 750 મેગા વૉટની છે. આમાંથી મધ્યપ્રદેશને  76 ટકા અને દિલ્હી મેટ્રોને 24 ટકા વીજળી મળશે.  
ચીન અને પાકિસ્તાન સાથે મૂળ અંકુશ હરોળ ઉપર તણાવ નિર્માણ થયા બાદ આ બંને દેશો પાસેથી સોલાર સાધનોની આયાત નહિ કરવાનો નિર્ણય ગયા અઠવાડિયે ભારતે લીધા બાદ વડા પ્રધાને આ પ્રોજેકટના લોન્ચિગ આ ક્ષેત્રે આત્મ નિર્ભર  બનવા કહ્યું હતું. 
કેન્દ્રના ઊર્જા પ્રધાન આર કે સિંહે ગયા સપ્તાહે રાજ્યોના ઊર્જા પ્રધાનો સાથેની બેઠકમાં ચીની કંપનીઓ દ્વારા ભારતમાં સસ્તાં ભાવે ઠલવાતા સૌર ઉર્જા સાધનોની આયાત ઉપર ભારે આયાત ડ્યુટી લાદવાની હિમાયત કરી હતી અને તે જ દિવસે ભારતે ચીનથી સોલાર સાધનોની આયાત બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.  
ભારતે વર્ષ 2018 - 19માં રૂ.71,000 કરોડના પાવર ઈકવિપમેન્ટની આયાત કરી હતી. તેમાં ચીનથી રૂ.21,000 કરોડનો સામાન આયાત થયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer