મોરેટોરિયમ પિરિયડ લંબાવવાની ઉદ્યોગોની માગ

ઔદ્યોગિક પ્રવૃત્તિ વધવા છતાં પૂર્ણ ક્ષમતાએ પહોંચવામાં મુશ્કેલી
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 4 
કેન્દ્ર સરકારે કોરોના મહામારી દરમિયાન મોરેટોરીયમ પિરિયડની જાહેરાત કરી હતી તે હવે 31 ઓગસ્ટે પૂર્ણ થવામાં છે. ગુજરાતમાં અનલોક-3ની તાજેતરમાં જાહેરાત થવાની સાથે ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં સંચાર થવાનો પ્રારંભ થયો છે.અલબત્ત પૂર્ણ કક્ષાએ નહી પરંતુ અંશત? કાર્યક્ષમતાએ ઉત્પાદકીય કે કમાણીની દ્રષ્ટિએ કામકાજ શરૂ શકાશે. મોરેટોરીમ પિરીયડ લંબાશે કે નહી તેમજ ઉદ્યોગોની શું માગ છે તે વિશે ઙ્કર્ડ્ડદ્મદ્મણુઙ્ખ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં મોટા ભાગના લોકોએ મોરેટોરીયમ પિરીયડમાં વધારો કરવો જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો.  મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે સમયને પારખીને ઉદ્યોગને ટેકો આપવા માટે સરકારે આ મર્યાદાને ધીમે ધીમે 31 માર્ચ સુધી કરવી જોઇએ. ઉદ્યોગોમાં પણ 35થી 40 ટકાથી વધુ ક્ષમતાએ કામ કરી શકાતુ નથી. તેથી ઓછામાં માર્ચ 2021 સુધી આ મર્યાદા સરકાર વધારશે એવો અમને વિશ્વાસ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નોકરીયાતો માટે પણ આ સવલતને જો લંબાવવામાં આવે તો ઉપયોગી નીવડશે, કેમ કે લોકો પગાર કાપનો સામનો કરી રહ્યા છે. 
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ નટુભાઇ પટેલે આ અંગે જણાવ્યું હતું કે મોરેટોરીયમ પિરીયડ વધારવામાં સરકારને કોઇ ગેરફાયદો નથી. બેન્કો પાસે પૂરતા પ્રવાહિતા છે અને ઉદ્યોગો બેઠા થઇ રહ્યા છે ત્યારે આ પિરયડ લંબાવવો જોઇએ. આ અંગે અમે  ગુજરાત તેમજ કેન્દ્ર સરકારને પણ વિનંતી કરી છે. 
અમદાવાદના ટેક્સ્ટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનના ઉપપ્રમુખ નરેશ શર્માએ પણ 31 માર્ચ સુધી મોરેટોરીયમ પિરીયડ લંબાવવો જોઇએ તે વાત સંમત થતા જણાવ્યું હતું કે હાલમાં અમે પ્રોડક્ટના ભાવ વધારી શકતા નથી, તેથી કમાણી મર્યાદિત છે.  
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતુ કે આ સવલતથી રાહત ઘણી થઇ છે. છતાં લોકો હજુ માંડ 50 ટકાએ પહોંચ્યા છે. રેગ્યુલર ધંધામાં 30થી 40 ટકા કમાણી છે. તેથી લોકોની પરત આપવાની ક્ષમતા નથી. જે લોકો નથી ભરી શકતા તેમને 31 ડિસેમ્બર સુધી લંબાવી આપવો જોઇએ. વધુમાં અન્ય રાજ્યોમાં લોકડાઉન હોવાથી આંતરારાજ્ય વેપાર બંધ છે તેથી ઉદ્યોગો પૂર્ણ કક્ષાએ થઇ શકતા નથી.   
અમદાવાદ જ્વેલરી એસોસિયેશનના ઉપપ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતુ કે આ સવલત 31 ડિસેમ્બર સુધી આપવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે અમુક બેન્કો દર મહિને લોકોને આ સવલતનો લાભ લેવો છે કે નહી તે અંગે ગ્રાહકોને હેરાન કરી રહી છે એમ ન બનવું જોઇએ. 
ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિસેયેશનના સેક્રેટરી અજીત શાહે જણાવ્યું હતું કે મોરેટોરીયમ સવલતને ચોક્કસ પણે ઓછામાં ઓછી 31 ડિસેમ્બર સુધી લંબાવવી જોઇએ. કારણ કે હજુ લોકોની રિવ્યૂ લોન પણ પૂરી થઇ નથી. 
વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ અંકિત પટેલે જણાવ્યું હતુ કે સરકારે આ સવલત દિવાળી સુધી લંબાવવી જોઇએ જેથી ઉદ્યોગો પૂરી રીતે બેઠા થઇ જાય. નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે મારી દ્રષ્ટિએ સમયગાળો ન વધારવો જોઇએ કેમ કે લોકોએ વ્યાજ તો ભરવાનું જ છે. આમ જેને જરૂરિયાત છે તેમના માટે બીજા બેથી ત્રણ મહિનાનો વધારો કરવો જોઇએ.  
જ્યારે ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે આ બાબત લોકોને અંગતધોરણે લાગુ પડે છે. જ્યારે અમુકને લોડ પણ પડે છે. અમુક સેગમેન્ટમાં કામ 30-40 ટકા છે તો અમુક 10 ટકા જ કામ કરે છે. જોકે મોરેટોરીયમ પિરીયડ પૂરો થતા લોકોને કોઇ બોજ પડશે નહી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer