અદાણી 10 નવેમ્બરથી સત્તાવાર રીતે અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરશે

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 29 સપ્ટે. 
અમદાવાદ એરપોર્ટ સહિત સાત એરપોર્ટનુ ખાનગીકરણ કરાયુ છે. હવે 10 નવેમ્બરથી સત્તાવાર રીતે અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ પાસે જતુ રહેશે. એરપોર્ટના કરાર મુજબ કામગીરી સમજવા માટે અદાણી ગ્રુપના અધિકારીઓ એરપોર્ટની બિલ્ડીગમાં ચાર્જ પણ સંભાળી લીધો હોવાનું જાણવા મળ્યુ છે. અમદાવાદ એરપોર્ટને હસ્તગત કરવા માટેની કામગીરી છેલ્લા આઠ મહિનાથી ચાલી રહી હતી. પરંતુ સીઆઇએસએફના જવાનોની માટી સંખ્યાને લઇને કેટલીક અડચણો પણ આવી હતી. 
જાણવા મળ્યા અનુસાર અમદાવાદ એરપોર્ટનો મેઇન્ટેનન્સ અને કોમ્યુનિકેશનનો કોન્ટ્રાકટ અદાણી ગ્રુપ પાસે છે. એટીસી એટલે એર ટ્રાફિક કંટ્રોલ અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી પાસે રહેશે. અમદાવાદના એરપોર્ટ પર જેટલા પણ પ્રાઇવેટ કોન્ટ્રાકટ છે તે આપોઆપ અદાણી ગ્રુપ પાસે જતા રહેશે.  
કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાની સત્તા અને નવો કોન્ટ્રાક્ટ આપવો કે નહિ તે અદાણી ગ્રુપના અધિકારીઓ નક્કી કરશે. એરપોર્ટના અમુક સ્ટાફની બદલી કરવામાં આવી છે.  નોન પ્રાઇવેટ એરપોર્ટ પર એરપોર્ટના કર્મચારી કે અધિકારીઓની બદલી થઇ શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer