ફાર્મા ક્ષેત્રે ગુજરાતની ભૂમિકા કમાન્ડર જેવી બનશે

વડોદરાની તમામ ફાર્મા કંપનીઓમાં ધમધોકાર કામકાજ : ઈન્ડિયન ડ્રગ્સ મેન્યુ. એસો. 
અમારા પ્રતિનિધિ  તરફથી 
વડોદરા, તા. 20 અૉક્ટો. 
કોરોનાના કાળમાં લાંબો સમય લોકડાઉન રહ્યું પણ ફાર્મા કંપનીઓને ઊની આંચ પણ આવી નથી. વડોદરા અને આસપાસ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓની સંખ્યા મોટી છે. તમામ કંપનીઓમાં પુષ્કળ કામકાજ થયું છે. દવાઓ અને મેડિકલનાં સાધનોની વધેલી માગથી બધી જ કંપનીઓ ધમધમતી હોવાનું ઈન્ડિયન ડ્રગ્સ મેન્યુફેકચરીંગ એસો.ગુજરાત ચેપ્ટરના પૂર્વ ચેરમેન અને પેરેન્ટ્ર લિ.ના ચેરમેન અને મેનાજિંગ ડિરેકટર ભરત દેસાઈએ જણાવ્યું હતુ. તેમના મતે ફાર્મા ક્ષેત્રનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે અને એમાં ગુજરાત કમાન્ડર જેવી ભૂમિકામાં હશે. ઉત્પાદન ત્રણ વર્ષમાં બમણું અને પાંચ વર્ષમાં પાંચ ગણું થવાની સંભાવના છે. 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉનની શરૂઆતમાં 30 થી 35 ટકા કામ થતું હતુ. કલેકટર અને ડીઆઈજીસીની ચાર સભ્યેની ટીમે કમિટી બનાવતા દરેકને તાત્કાલિક યુધ્ધના ધોરણે કામની મંજૂરી મળવા લાગી હતી. નિર્ણયો ઝડપથી લેવાતા હતા. પછી 40 થી 50 ટકા કામ થવા લાગ્યુ હતુ. જોકે બહુ ટૂંકાગાળામાં તમામ ઉદ્યોગો 100 ટકા ક્ષમતાથી કામકાજ કરવા લાગ્યા હતા. અત્યારે પૂર્ણ ક્ષમતાએ ઉત્પાદન ચાલે છે. વડોદરા શહેર જિલ્લામાં અંદાજે 200 થી 210 ફાર્મા સ્યુટીકલ કંપનીઓ છે. એમાં ફોરમુયેશન અને બલ્ક ડ્રગ (એકટીવ ફાર્મા સ્યુટીકલ ઈન્ગ્રેટીએટ) બનાવતી ચાર મોટી કંપની છે.  સનફાર્મા, એલેમ્બિક , લીવા ફાર્મા  અને ઈપ્કાનો પણ પ્લાન્ટ છે. ફોરમુલેશન બધી જ કેટેગરીના બને છે. વડોદરામાં એનારજસીક પેરામાસ્યુટીકલનો એશિયાનો મોટામાં મોટો પ્લાન્ટ છે. ફાર્માસ્યુટીકલના નામે ઝાયડસ પણ મોટો પ્લાન્ટ ધરાવે છે.  
સ્પે.કોવિડ 19 હાઈડ્રોકસીકલોરોકવીન ટેબ્લેટનું કાચુ દ્રવ્ય વડોદરા નજીકની કંપનીમાં બનાવવામાં આવ્યું હતું. તેની માગ આખા વિશ્વમાં હતી. તેને ભારત સરકાર દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હતું. કાચુ દ્રવ્ય બનાવવા માટે વડોદરાનો સિંહ ફાળો છે. ફાર્માનું ભવિષ્ય ખુબજ સારૂ છે. ગુજરાત કામન્ડર તરીકે રહેશે.  
મર્ક્યુરી લેબોરેટરીના મેનેજીંગ ડિરેકટર રાજુભાઈએ જણાવ્યું હતું કે, ફાર્મા સેકટરે કોવિડ- 19માં બહુ સારુ કામ કર્યું છે.  તેને લીધે ગયા વર્ષ કરતાં પાંચથી છ ટકા જેટલો વિકાસદર રહ્યો. સેનેટાઈઝરનું ઉત્પાદન વધુ થયુ હતું.  દેશની બીજી સૌથી જૂની દવા કંપની એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિ. હાલમાં વડોદરામાં એલેમ્બિક ફાર્માસ્યુટીકલ લિ. ઓળખાય છે. 1907માં સ્થપાયેલી એલેમ્બિક ફાર્માસ્યુટીકલ તેની ગુજરાત અને સિકિકમની અદ્યતન ઉત્પાદન સુવિધાઓ દ્વારા સંચાલિત બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન આંતરરાષ્ટ્રીય જેનરિકસ અને એપીઆઈ બનાવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer