મહારાષ્ટ્રના નાણારમાં રિફાઇનરી રદ થઈ, ફાર્મા સિટીનું નિર્માણ થશે

મહારાષ્ટ્રના નાણારમાં રિફાઇનરી રદ થઈ, ફાર્મા સિટીનું નિર્માણ થશે
મુંબઈ, તા. 20 અૉક્ટો.
ઉદ્ધવ ઠાકરેના નેજા હેઠળની મહારાષ્ટ્ર સરકારે તત્કાલીન દેવેન્દ્ર ફડણવીસ સરકારે લીધેલા નિર્ણયને રદ કરવાનો ક્રમ આગળ વધાર્યો છે. રાયગઢ જિલ્લાના 19,146 હેક્ટર ક્ષેત્રફળમાં મેગા રિફાઇનરી પ્રોજેક્ટને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રદ જાહેર કરી તેના સ્થાને સંકલિત ફાર્માસ્યુટિકલ શહેરનું કરવા મોટે જમીનને રિનોટિફાઈ કરી છે.
કોંકણમાં રાયગઢ જિલ્લા નાણાર વિસ્તારમાં સૂચિત ઓઇલ રિફાઇનરી કેન્દ્ર અને રાજ્ય સરકારે ડિસેમ્બર 2015માં મંજૂર કરી હતી. રૂા. ત્રણ લાખ કરોડના `રત્નાગિરી રિફાઇનરી ઍન્ડ પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ'ને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અત્યારે તો કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધો છે.
શિવસેના પહેલેથી જ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી હતી. તત્કાલીન ફડણવીસ સરકારમાં શિવસેના સહભાગી હતી ત્યારે આ પ્રોજેક્ટનો વિરોધ થયો હતો. તેમનું કહેવું છે કે આ યોજનાથી રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાના 17 ગામો વિસ્થાપિત થવાની સાથે પર્યાવરણને ભારે નુકસાન થવાનો ભય છે.
રત્નાગિરી રિફાઇનરી ઍન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (આરઆરપીસીએલ) તેના રોકાણકારો ઇન્ડિયન અૉઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને સાઉદી અર્માકો, યુએઈની નેશનલ અૉઇલ કંપની વચ્ચે 50:50 ભાગીદારી કરાર થયા હતા.
મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈએ આ ઘટનાને સમર્થન આપી જણાવ્યું છે કે સૂચિત રિફાઇનરી પ્રોજેક્ટના સ્થાને હવે આ ઔદ્યોગિક વિસ્તાર તરીકે પ્રમાણિત થયેલી જગ્યામાં ફાર્માસ્યુટિકલ પાર્ક તૈયાર થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer