પીએનબી કેસ : સીબીઆઈએ નિવૃત્ત બૅન્ક અધિકારી વિરુદ્ધ ગુનો નોંધ્યો

પીએનબી કેસ : સીબીઆઈએ નિવૃત્ત બૅન્ક અધિકારી વિરુદ્ધ ગુનો નોંધ્યો
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 20 અૉક્ટો.
રૂા. 13,000 કરોડના પંજાબ નેશનલ બૅન્ક ફ્રોડ કેસના મુખ્ય આરોપી નિવૃત્ત ડેપ્યુટી મૅનેજર ગોકુળનાથ શેટ્ટીની વિરુદ્ધ સીબીઆઈએ ગુનો નોંધ્યો છે. મેહૂલ ચોકસી અને નીરવ મોદીએ આ સમગ્ર કૌભાંડની યોજના ઘડી હતી. ગીતાંજલી જેમ્સ માટે બૅન્ક ગેરેન્ટીની વ્યવસ્થા કરવા બદલ રિશિકા ફાઇનાન્સિયલ્સ પાસેથી રૂા. 1.08 કરોડની લાંચ લેવાનો નવા કેસ સીબીઆઈએ શેટ્ટી વિરુદ્ધ નોંધ્યો છે.
એવો આક્ષેપ થયો છે કે રિશિકા ફાઇનાન્સિયલના માલિક દેબજ્યોતિ દત્તાએ વિદેશી ફન્ડિંગ બૅન્કો પાસેથી લેટર્સ અૉફ અન્ડરટેકિંગ (એલઓયુ)ની વ્યવસ્થા કરી આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer