પીટીઆઈ
નવી દિલ્હી, તા. 27 નવે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને આઠ પ્રકારની લૉન ઉપર વ્યાજ માફ કરવાના નિર્ણયનો અમલ કરવા માટે જરૂરી તમામ પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. કોરોના કાળ દરમિયાન રૂા. બે કરોડ સુધીની રકમ ચૂકવી હોય તેવી આઠ પ્રકારની લૉન ઉપર વ્યાજ માફ કરવાનો નિર્ણય લેવાયો હતો.
જસ્ટીસ અશોક ભૂષણના નેજા હેઠળની બેન્ચે આ આદેશ આજે કેન્દ્ર સરકારને આપ્યો હતો.
આ આઠ પ્રકારની લૉનમાં એમએસએમઈ, શિક્ષણ, હાઉસિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ક્રેડિટ કાર્ડ, અૉટોમોબાઈલ, પર્સનલ અને કન્ઝમ્પશનનો સમાવેશ થાય છે.
આઠ પ્રકારની લૉન ઉપર વ્યાજ માફીનો અમલ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ
