(પીટીઆઈ)
વૉશિંગ્ટન, તા. 12 જાન્યુ.
કેપિટોલ હિલ ઉપર હિંસક હુમલો કરવા માટે પોતાના ટેકેદારોને ઉશ્કેરવા માટે વિદાય લઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાઅભિયોગ પ્રસ્તાવ ઉપર ડેમોક્રેટિક પક્ષનો અંકુશ ધરાવતું સભાગૃહ બુધવારે મતદાન કરશે.
જેમી રસ્કીને મહાઅભિયોગ પ્રસ્તાવ તૈયાર ર્ક્યો છે. તેમની સાથે ડેવિડ સીસીલી અને ટેડ લ્યુએ તૈયાર કરેલા આ પ્રસ્તાવ 211 સાંસદોએ સહ પ્રાયોજિત ર્ક્યો છે, ગયા સોમવારે આ પ્રસ્તાવ સભાગૃહમાં માંડવામાં આવ્યો હતો