નવેમ્બરમાં આઈઆઈપી 1.9 ટકા ઘટયો
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 12 જાન્યુ. : ડિસેમ્બર 2020માં કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) આધારિત રિટેલ ફુગાવો નવેમ્બરના 6.93 ટકાથી ઘટીને 4.59 ટકા થયો હોવાનું મંગળવારે જાહેર થયેલા સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે. ખાદ્ય પદાર્થોનો ફુગાવો પણ ડિસેમ્બરમાં ઘટીને 3.41 ટકા થયો હતો. જે નવેમ્બરમાં 9.5 ટકા હતો.
દરમિયાન ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઈઆઈપી) નવેમ્બરમાં 1.9 ટકા ઘટયો હતો. જે ઓકટોબર 2020માં 3.6 ટકા ઘટયો હતો, એમ આંકડા મંત્રાલયે જણાવ્યું હતું.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન નવેમ્બરમાં 1.7 ટકા ઘટયું હતું. જ્યારે વીજળીનું ઉત્પાદન 3.5 ટકા વધ્યું હતું. જોકે, માઈનિંગ કાર્યમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ગત નવેમ્બર મહિના સુધી સતત આઠ માસ સુધી આરબીઆઈના અંદાજ કરતાં ફુગાવો ઊંચો રહ્યો હતો. અમુક ખાદ્ય પદાર્થોના ભાવ ઘટવાથી ડિસેમ્બરમાં ફુગાવો ઘટયો હતો.