હેન્ડલૂમ-હેન્ડિક્રાફ્ટની ચીજોનું માર્કાટિંગ સરકાર કરશે

હેન્ડલૂમ-હેન્ડિક્રાફ્ટની ચીજોનું માર્કાટિંગ સરકાર કરશે
નવી પ્રવાસન નીતિ હેઠળ હેન્ડલૂમ કૉર્પોરેશન સાથે એમઓયુ કરાશે 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 12 જાન્યુ. 
ગુજરાતની નવી પ્રવાસન નીતિ અંતર્ગત ગુજરાતની કલા અને સંસ્કૃતિને મોટાં ફલક પર લઇ જવામાં આવશે. અનોખી છતાં ઓછી એક્સપ્લોર થયેલી ચીજવસ્તુઓનો પ્રચાર વધારીને વેચાણ વધે તેવો પ્રયાસ સરકાર કરશે. ખાસ કરીને વિદેશી પ્રવાસીઓ હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ પ્રોડક્ટ્સની ખરીદીને કારીગરોને પ્રોત્સાહન આપે તે માટે સરકારનો પ્રયાસ હશે તેમ વિજય રુપાણીએ કહ્યું હતુ. 
સરકાર ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સાથે એમઓયુ કરશે.આ ઉપરાંત, ડિજિટલ મીડિયા મારફતે આવી પ્રોડક્ટ્સના માર્કાટિંગ અને પ્રમોશન માટે રાજ્ય સરકાર સ્ટેક હોલ્ડર્સને સહયોગ આપશે. માર્કાટિંગ માટે ગુજરાત સ્ટેટ ટુરિઝમ કોર્પોરેશનની વેબસાઈટનું પ્લેટફોર્મ પણ પૂરું પાડશે તેમ તેમણે ઉમેર્યુ હતું. 
ગુજરાતમાં વન્યજીવોના અભયારણ્યો, હિલ રિસોર્ટ્સ, કુદરતી આકર્ષણો અને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હેરિટેજસાઈટ્સ છે. આ ઉપરાંત, સદીઓ જૂનાં શિલ્પો, હસ્તકલા, કલાકૃતિઓ અને વિવિધ મેળાઓ અને તહેવારો રાજ્યનેસાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનાવે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કેવડિયા ખાતેવિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું મોટું આકર્ષણ છે. 
સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર િગરફોરેસ્ટ અને યુનેસ્કો પ્રમાણિત ભારતનું સૌપ્રથમ વર્લ્ડહેરિટેજ સિટી અમદાવાદ છે.  વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં છે. સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ભારતની સર્વપ્રથમ સી-પ્લેન સર્વિસ ગુજરાતમાં છે તેનો ઉલ્લેખ કર્યો હતો. ભારતનો સૌપ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન બીચ િશવરાજપુર બીચ સીમાદર્શન તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા યાત્રાધામો અને ભરપૂર પ્રવાસન આકર્ષણો ગુજરાતના પ્રવાસનને જરૂરથી વેગ આપશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer