થાઇલૅન્ડમાં જેમ ઍન્ડ જ્વેલરી ક્લસ્ટર સ્થાપવા સુરતના ઉદ્યોગકારો સજ્જ

થાઇલૅન્ડમાં જેમ ઍન્ડ જ્વેલરી ક્લસ્ટર સ્થાપવા સુરતના ઉદ્યોગકારો સજ્જ
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 22 જાન્યુ. 
વિશ્વમાં જ્વેલરીના કુલ વેચાણમાંથી 71 ટકા હિસ્સો ગોલ્ડ જ્વેલરીનો છે. જેટલી જ્વેલરીનું વેચાણ થાય છે તેમાંથી 29 ટકા જ્વેલરી ભારતમાં બને છે. હાલમાં દેશનું જ્વેલરી માર્કેટ 103 બીલીયન ડોલરનું છે. નિષ્ણાંતોના મતે ભારત ઓનલાઇન જ્વેલરી વેચાણમાં સૌથી ઝડપથી વિકસતા માર્કેટના રૂપમાં આગળ વધી રહ્યું છે. થાઇલેન્ડનું  માનવું છે કે સુરતના જ્વેલરી ઉદ્યોગકારો થાઇલેન્ડમાં જ્વેલરી ઉદ્યોગમાં રોકાણ કરે તો આહિંનું માર્કેટ પણ સુરત સહિત ભારતના જ્વેલરી ઉદ્યોગને મોટો ફાયદો કરાવે તેમ છે. હાલમાં દુનિયાભરમાં ઓનલાઇન વેચાતા જ્વેલરી પ્રોડક્ટમાં 29 ટકા હિસ્સો ભારતમાં બનેલી જ્વેલરીનો છે.  
તાજેતરમાં થાઇલેન્ડ સાથે દક્ષિણ ગુજરાત ચેમ્બરે વેબીનારના માઘ્યમથી સંવાદ કર્યો હતો. જેમાં જેમ એન્ડ જ્વેલરી કલસ્ટરમાં ભારત અને થાઇલેન્ડ વચ્ચે વેપાર વધારી શકાય કે નહિ તે વિશે ચર્ચા થઇ હતી. થાઇલેન્ડના ચેમ્બર ઓફ કોમર્સ ઓફ ચાંતાબુરી પ્રોવિન્સ અને જેમ એન્ડ જ્વેલરી ઇન્સ્ટીટ્યુટ ઓફ થાઇલેન્ડની કમિટીના ચેરમેન ચાઇપોન્ગ નિયોમ્કીજે ટાંક્યું હતું કે, થાઇલેન્ડનું ચાંતાબુરી પ્રોવિન્સ એ જેમ્સ સ્ટોનનું હબ છે. સુરતના ઉદ્યોગકારોને થાઇલેન્ડમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની મુલાકાત માટે અમે ખુલ્લુ આમંત્રણ આપીએ છીએ. સુરતના ઉદ્યોગકારો થાઇલેન્ડમાં જ્વેલરી કલસ્ટરને ડેવલપ કરવાની ક્ષમતા ધરાવે છે. તકનો લાભ ઉઠાવવો જોઇએ.  
થાઇ જેમ એન્ડ જ્વેલરી ટ્રેડર્સ એસોસીએશન અને ઇજીય્દ્યડ્ડજી–દ્મૈં ડાયમંડ એન્ડ કલરસ્ટોન એસોસીએશનની સાથે સંકળાયેલા અતુલ જોગાણીએ ભારત અને થાઇલેન્ડ વચ્ચેના વેપારમાં તેમના 35 વર્ષના અનુભવને વર્ણવ્યો હતો. સાથે જ તેમણે હાલના મુક્ત વેપાર કરારમાં રહેલી મર્યાદા વિશે ચર્ચા કરી પરસ્પર વેપારમાં સરળીકરણ માટે નીતિ ઉકેલો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું.  
સુરતની સી. દિનેશ એન્ડ કંપનીના ડાયરેકટર જિગર જોશીએ પરસ્પર લાભ માટે થાઇલેન્ડ સાથેનો વેપાર કેવી રીતે વધારવો તે દિશામાં કેટલાક સૂચનો રજૂ કર્યા હતા. થાઇ કોન્સ્યુલેટ્?સ કોમર્શિયલ સેકશન, મુંબઇ ખાતેના ડાયરેકટર સુપાત્રાએ જણાવ્યું હતું કે, ભારત અને થાઇલેન્ડના ઉદ્યોગકારો એકબીજાના પરિચયમાં આવે તે માટે તેઓને એકજ પ્લેટફોર્મ ઉપર લાવવા માટે તેમજ ઉદ્યોગકારો પોતાની પ્રોડકટ્?સને પ્રદર્શિત કરી શકે તે માટે પ્રયાસ કરવામાં આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer