હિન્દાલકો પાંચ વર્ષમાં $ 3 અબજ જેટલું મૂડી રોકાણ કરશે

મુંબઈ, તા.26 ફેબ્રુ.   આદિત્ય બિરલા ગ્રુપની મેટલ કંપની હિન્દાલકો રોકડનો ઉપયોગ દેવુ ઘટાડવા માટે કર્યા પછી પણ એકથી 1.2 અબજ ડૉલરની રોકડ પ્રવાહિતા સર્જી શકી છે.   હિન્દાલકોએ કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં મૂડી રોકાણ વધારીને 2.5થી 3 અબજ ડૉલર જેટલું કરશે. કંપનીની વ્યૂહરચના અનુસાર જે નવું નવા રોકાણ કરવામાં આવે તેનું વળતર કંપનીના મૂડી ખર્ચ કરતા વધુ હશે.   
કંપનીએ 50 ટકા જેટલી રોકડપ્રવાહિતાને મૂડીખર્ચ વધારવા માટે રોકવાનું કરવાનું નક્કી કર્યુ છે. બીજી 30 ટકાનો ઉપયોગ દેવું ઘટાડવા અને 8થી 10 ટકાનો ઉપયોગ શૅરધારકોને રિટર્ન આપવા તેમ જ બાકીના રોકડની બચત કરવામાં આવશે. હિન્દાલકોની હમણા કોઈ કંપની હસ્તગત કરવાની યોજના નથી. કંપનીનો અંદાજ છે કે વર્ષ 2022 સુધીમાં કંપનીનું દેવુ 9.86 અબજ ડૉલરથી ઘટીને 2.9 અબજ ડૉલર જેટલું રહેશે.    કંપનીએ કહ્યું કે, શૅરધારકોને વધુ રિટર્ન મળે તેના ઉપર કંપની ધ્યાન આપી રહી છે. મૂડીમાં વધારો, આવકમાં વધારો, ખર્ચમાં ઘટાડો અને ડિવિડંડમાં વધારો કરીને શૅરધારકોને વધુ રિટર્ન આપી શકાશે.    કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડિવિડંડ ચૂકવણીની ફેરફાર કરવા માટે પણ સંમત થયા છે. હિન્દાલકો નફાની બદલે કોન્સોલિડેટેડ રોકડ પ્રવાહમાંથી ડિવિડંડની ચૂકવણી કરે છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer