વડોદરામાં જૂનાં ચણિયાચોળીનું 35 ટકા ઓછા ભાવમાં વેચાણ શરૂ

વડોદરામાં જૂનાં ચણિયાચોળીનું  35 ટકા ઓછા ભાવમાં વેચાણ શરૂ
શેરી ગરબીને છૂટ મળતાં ખરીદી શરૂ થઈ 
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 28 સપ્ટે. 
કોરોના કહેર ને કારણે ગત વર્ષે નોરત ના ઢોલ ઢબુક્યા ન હતા. આ વર્ષે નવરાત્રિના ગરબા પરંપરાગત આયોજનોમાં યોજાશે પણ ડિસ્કો દાંડિયાના આયોજનો થવાના નથી. જોકે શેરી ગરબીને છૂટ મળતા ચણિયાચોળીની ખરીદીમાં ધીરે ધીરે વધારો થવા લાગ્યો છે. વેપારીઓ તેનાથી ખુશખુશાલ થઇ ગયા છે. નવો માલ આ વર્ષે આવ્યો નથી છતાં જૂના માલ અને ઓછી ખરીદીને કારણે ભાવમાં 30-35 ટકા જેટલો ભાવઘટાડો છે.  
સરકારે કોવીઙના નીતી નિયમોનું પાલન કરી શેરી ગરબાનું આયોજન માટે આંશિક છૂટછાટ આપી છે. જેને પગલે બજારમાં ચણિયાચોળી, ભાતીગળ આભૂષણ, સૌંદર્ય પ્રસાધનો સહિત નોરતાને લગતી સામગ્રી ખરીદવા ભીઙ લાગી છે એમ વેપારીઓનું કહેવું છે. વિવિધ વિસ્તારોમાં વેપારીઓ એ પાથરા બિછાવી દીઘા છે. આ વર્ષે પણ ગરબા યોજાશે નહીં એવી અસમંજસને કારણે નવા ચણીયા ચોળી તૈયાર કરાયા નથી. ગત વર્ષના ચણીયા ચોળીનો વિપુલ જથ્થો ઉપલબ્ધ હોય તીસ થી પાત્રીસ ટકા ઓછા ભાવે વેપારી ઓછા ભાવે વેચી રહયા છે. 
વેપારીઓનું કહેવું છે કે અલ્ટ્રામોર્ડન જમાનામાં પણ ખેલૈયાઓ ભારતીય સંસ્કૃતીને લગતા ભાતીગળ વસ્ત્રો પરિધાન કરી ગરબે ઘૂમવાનો ગૉરવ અનુભવે છે જેથી ગામઠી  પહેરવેશ, રામલીલા ફિલ્મ ફેઈમ ચણીયા ચોળી સહીત સેંકડો ડિઝાઇન ઉપલબ્ધ છે.   
ઉલ્લેખનીય છે કે કારીગરોએ ઢોલ-નગારાનું સમારકામ પણ શરૂ કરી દીધું છે. ગરબા ગાતા ગાયકોનું કહેવું છે કે રાજ્યના પાંચ હજાર કરતાં વધુ કલાકારો છેલ્લા અઢાર મહિનાથી બેકાર છે જેથી સરકાર નાના પાર્ટી પ્લોટ હોલમાં ના નીતિ નિયમ મુજબ થોડા કલાક ગરબા યોજવાદે તો આજીવીકા મળી રહે. જોકે સરકાર હવે આવી કોઇ છૂટ આપશે નહીં.  
જોકે શેરીગરબીનું આયોજન થવા સાથે ગરબી મંડળો, ફરાસખાના ડેકોરેટર , ઈલેક્ટ્રીશન, ગરબા ગાયકો, સંગીતકારોને રાહત રહેશે. બધાને પરચૂરણ કમાણી થઇ જશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer