ટેક્સ્ટાઇલ ગ્રુપની કોઈપણ એક કંપનીને પીએલઆઈ સ્કીમનો લાભ મળશે

ટેક્સ્ટાઇલ ગ્રુપની કોઈપણ એક કંપનીને પીએલઆઈ સ્કીમનો લાભ મળશે
અન્ય એકમો દ્વારા થયેલું પ્રોસેસિંગ ઇક્રિમેન્ટલ ટર્નઓવરમાં નહીં ગણાય
એજન્સીસ
નવી દિલ્હી, તા. 28 સપ્ટે.
ટેક્સ્ટાઇલ્સ માટે રૂા. 10,683 કરોડની પ્રોડક્શન-લિન્કડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમને નોટિફાઈ કરતાં ટેક્સ્ટાઇલ મંત્રાલયે જણાવ્યું છે કે ભાગ લેનારી કંપનીઓએ તેમના પોતાની જ ફેક્ટરી પ્રીમાઇસીસમાં પ્રોસેસિંગ અને અૉપરેશન પ્રવૃત્તિઓ હાથ ધરવાની રહેશે. ટ્રેડિંગ અને આઉટસોસ્ડ જોબ વર્કમાંથી મેળવાયેલું ટર્નઓવર ઇન્સેન્ટિવ માટેના દાવાની ગણતરીમાં નહીં લેવાય.
સ્કીમ હેઠળ રજિસ્ટર્ડ કંપની દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો જ ઇન્સેન્ટિવને પાત્ર ગણાશે. આ જ ગ્રુપ કંપનીના અન્ય ઉત્પાદક કે એકમો દ્વારા થયેલું ઉત્પાદન ઇક્રિમેન્ટલ ટર્નઓવરની ગણતરીમાં નહીં લેવાય.
સ્કીમ હેઠળ ઇન્સેન્ટિવ 2025-26થી 2029-30 દરમિયાનનાં પાંચ વર્ષો માટે અપાશે. આ 2024-25થી 2028-29ના ઇક્રિમેન્ટલ ટર્નઓવર અપાશે. બજેટરી જોગવાઈ રૂા. 10,683 કરોડની છે.
આમ છતાં જો કંપની રોકાણ અને કામગીરી લક્ષ્યાંક એક વર્ષ વહેલું હાંસલ કરે તો તે 2024-25થી 2028-29 દરમિયાન એક વર્ષ ઍડવાન્સમાં પાત્ર ગણાશે.
મેન મેઇડ ફાઇબર એપરલ, મેન મેઇડ કાપડ અને ટેક્નિકલ ટેક્સ્ટાઇલ પ્રોડક્ટસની 10 જાતોને સ્કીમ હેઠળ ઇન્સેન્ટિવ મળશે.
ગ્રુપની માત્ર એક જ કંપની પીએલઆઈ માટેના રજિસ્ટ્રેશન માટે પાત્ર ગણાશે. તેમની અન્ય ગ્રુપ કંપનીઓમાંથી કોઈને પણ બીજા અરજદાર તરીકે પાત્ર ગણાશે નહીં.
આમ છતાં ગ્રુપ એકથી વધુ અરજી વિચારણા માટે કરી શકશે પણ તે ટ્રાન્સપરન્ટ સિલેક્શન પ્રોસેસના આધારે વિચારાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer