મુકેશ અંબાણી બ્લૉક ચેઇન ટેકનૉલૉજી માટે આશાવાદી

મુકેશ અંબાણી બ્લૉક ચેઇન ટેકનૉલૉજી માટે આશાવાદી
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 3 ડિસે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના અધ્યક્ષ અને મેનાજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આજે જણાવ્યું હતુ કે, તેઓ બ્લોકચેઇન ટેકનૉલૉજીમાં ભારે વિશ્વાસ રાખે છે. તે ક્રિપ્ટોકરન્સીથી અલગ છે અને બ્લોકચેઇન અત્યંત વિશ્વાસ આધારિત, સંતુલિત સમાજ માટે અગત્યનો છે. તેઓ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઓથોરિટી (આઇએફએસસીએ) દ્વારા આયોજિત ઇન્ફિનીટી ફોરમમાં વર્ચ્યુઅલ સંબોધનમાં બોલી રહ્યા હતા.  
તેમણે જણાવ્યું હતું કે બ્લોકચેઇનનો ઉપયોગ કરીને આપણે મોટી સુરક્ષા, વિશ્વાસ અૉટોમેશન અને દરેક પ્રકારના વ્યવહારોમાં કાર્યક્ષમતા આપી શકીએ છીએ. તેનો આપણી સપ્લાય ચેઇનને આધુનિક બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે. આ ટેકનૉલૉજીએ હવે પછીના નાણાકીય સંશોધન માટે મહાન તક પૂરી પાડી છે.  
આજે બ્લોકચેઇને નોન-ફંજિબલ ટોકન્સ (એનએફટી)ના નવા ખ્યાલનું સર્જન કર્યુ છે. આ ટેકનૉલૉજી રિટલ ટાઇમ વ્યવહારો અને પતાવટમાં, દરેક વ્યવહારોનું જમીન, સંપત્તિ, સોનું અને અન્ય પ્રકારની ડિજિટલાઇઝેશન માલિકીનુ વિશ્વસનીય ડિજિટલ રેકોર્ડીંગ કરે છે. ઇ-કૉમર્સ ક્ષેત્રે આપણને જે લાખ્ખો વપારીઓની વર્કિંગ કેપિટલની સંબાળ રાખતા સંશોધિત ઉકેલની જરૂર પડશે, તેમજ તેમનો ક્રેડિટ સ્કોર્સનું પણ રિટલ-ટાઇમમાં વ્યવસ્થાપન કરી શકીશું એ અંબાણીએ જણાવ્યુ હતું. 
તેઓ માને છે કે બ્લોકચેઇનનો ડેટા ગોપનિયતા માટેના નવીન મોડેલની શોધ કરવા માટે ઉપયોગ થઇ શકે છે, જ્યાં ગ્રાહક ડેટાની માલિકી અને સંચાલન ટેકનૉલૉજી દ્વારા થાય છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer