શણમાં ટેકાના ભાવવધારાને કૅબિનેટની મંજૂરી

નવી દિલ્હી, તા. 15 ફેબ્રુ.
શણનો ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 3700 પરથી વધારીને રૂા. 3950 કરવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. ``પ્રસ્તાવિત ટેકાના ભાવથી ખેડૂતોને શણના સરેરાશ રાષ્ટ્રીય ઉત્પાદન ખર્ચના 55.81 ટકા જેટલું વળતર મળશે. ભાવવધારાથી ખેડૂતોને તેમની પેદાશના વાજબી ભાવ મળશે અને શણની ખેતીમાં વધુ રોકાણ થવાથી તેનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધશે, એમ એક સત્તાવાર યાદી જણાવે છે.
મંત્રીમંડળે ક્રેડિટ/-લિન્ક્ડ કેપિટલ કાર્યવાહી અને ટેક્નોલૉજીકલ અપગ્રેડેશન સ્કીમ ચાલુ રાખવાની પણ મંજૂરી આપી હતી, એમ વચગાળાના નાણાપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer