રિટેલમાં ઓછું માર્જિન મળતા વેપારીઓ ત્રસ્ત

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 22 માર્ચ
ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગૂડ્સને સંલગ્ન કંપનીઓ રીટેલ માર્કેટના વેપારીઓની સરખામણીએ શોપિંગ મોલ્સને વધારે માર્જિન આપે છે. જેના કારણે રીટેલ માર્કેટના વેપારીઓને મળતાં માર્જિન મુદ્દે અન્યાય થઈ રહ્યો છે. આવા સંજોગોમાં સરકાર માલ બનાવતી કંપનીઓ પર વધારે માર્જિન ન અપાય તેવાં પગલાં લે અને વેપારીઓને થતા અન્યાય સામે પગલાં લે તેવી માગ વેપારી સંગઠનોને કરી છે. 
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિયેશનના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગત જણાવે કે તાજેતરમાં ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટર્સ ઍસોસિયેશન અને અમદાવાદ ડ્રિસ્ટ્રિબ્યુટર્સ ફોરમ દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું હતું. 800 જેટલા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વેપારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગૂડ્સને સંલગ્ન કંપનીઓ મોલને રીટેલ માર્કેટના વેપારીઓની સરખામણીમાં વધારે માર્જિન આપે છે. તેથી રીટેલ માર્કેટના વેપારીઓને અન્યાય થાય છે.રીટેલર માર્જિન 9 ટકા અને ડિસ્ટ્રિબ્યુટર્સ માર્જિન 4.5 ટકા છે. જ્યારે મોલ અને ઓનલાઈન ટ્રેડિંગ કરતા લોકોને 21 ટકા માર્જિન મળે છે. આમ રીટેલરને 7.5 ટકા ઓછું માર્જિન મળે છે. તેથી ડ્રિસ્ટ્રિબ્યુટર્સ તથા રીટેલરને મોટો અન્યાય થઈ રહ્યો છે. તેમનો ધંધો પણ બંધ થાય તેવા સંજોગો ઉભા થયા છે. લાખોની સંખ્યામાં બેરોજગારીની શક્યતા ઊભી થઈ છે. 
સરકારને ડ્રિસ્ટ્રિબ્યુટર્સ તથા રીટેલર્સ દ્વારા પૂરો કરવેરો ચૂકવવામાં આવે છે, જ્યારે મોલ તથા ઓનલાઈન ટ્રેડિંગ કરવાવાળા ભલતા નામે બિલ બનાવી રોકડામાં માલ વેચવાથી બે સ્ટેજ પરથી સરકારને મળતી આવકમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે, આ સંજોગોને ધ્યાનમાં લઈ માલ બનાવતી કંપનીઓ પર વધારે માર્જિન ન અપાય તેવાં પગલાં લેવામાં આવે. ઉપરાંત વર્ષો સુધી કંપનીઓના માલને લોકો સુધી પહોંચાડતા ડિસ્ટ્રિબ્યુટર્સને 0.25 ટકા પેન્શન કે રોયલ્ટી તરીકે મળે તેવી રચના થાય તેવી માગણી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer