સતત બીજા દિવસે કોરોનાના નવા કેસમાં ઘટાડે

મુંબઈ, તા.30 જૂન
કોરોના કેસમાં સાજા થયેલા દરદીઓ અને સક્રિય કેસો વચ્ચેનો ફરક ઘટીને 1.19 લાખ થયો છે. દેશની પ્રથમ કોવિડ-19 દવા કોવેક્સિનને ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે મંજૂરી મળી છે. 
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,522 નવા કેસ આવતા કુલ આંકડો 5,66,840 થયો હોવા છતાં સાજા થવાનો દર સુધરીને રેટ 59.06 ટકા થયો છે. સતત બીજા દિવસે કોવિડના નવા કેસના વૃદ્ધિદરમાં ઘટાડો થયો છે. રવિવારે 19,906 કેસ આવ્યા હતા, જ્યારે અને સોમવારે 19,459 નવા કેસ આવ્યા હતા. 
દરમિયાન છેલ્લા 24 કલાકમાં 418 લોકોના મૃત્યુ થતા કુલ આંક 16,893 થયો હોવાનું કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. કોરોનાના સક્રિય કેસ 2,15,125 છે. જ્યારે 3,34,821 દરદીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 13,099 દરદીઓ સાજા થયા છે. આમ સાજા થયેલા દરદીઓ અને સક્રિય કેસ વચ્ચેનો ફરત 1.19 લાખનો થયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer