કચ્છના બંદર ક્ષેત્રે વિકાસની ભરતી

મેરીટાઇમ સમિટ પૂર્વે 77 હજાર કરોડનું રોકાણ કરવા એમઓયુ   અમારા પ્રતિનિધિ તરફથી   ગાંધીધામ, તા. 26 ફેબ્રુ.  કચ્છમાં મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021 યોજાય એ પૂર્વે જ 77 હજાર કરતા વધારે રકમનું રોકાણ ખેંચી લાવવા તૈયારી થઇ ગઇ છે. તાજેતરમાં  ડીપીટી ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં  રૂ.7668 કરોડના 10 એમ.ઓ.યુ. પર સહી સિક્કા કરાયા હતા. ભારતના બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આગામી 2જીથી 4થી માર્ચ દરમિયાન કચ્છમાં સમિટ યોજાવાની છે. દિનદયાળ પોર્ટ ટ્રસ્ટે એ પૂર્વે જ જંગી રોકાણ ખેંચીને બાજી મારી લીધઈ છે.   ડીપીટી અધ્યક્ષ સંજય કે. મેહતાએ જણાવ્યું હતું કે, દીનદયાળ (કંડલા) મહાબંદરના વિકાસની ભારે ઉજ્જવળ તક ઉભી થઇ છે. ગાંધીધામ સંકુલની સાથે સાથે સમગ્ર કચ્છનો જબ્બર વિકાસ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેરિટાઇમ સમિટનું ઉદ્ઘાટન થવાનું છે. આ સમિટમાં  વિશ્વના 20 દેશો સહભાગીથવાના છે. એવી જ રીતે ભારતના  10 સહભાગી રાજ્યો જોડાશે, જેમાં ગુજરાત પણ એક છે. વિશ્વ આખાની નજર આ સમિટ ઉપર રહેશે. ભારતના દરિયાઇ ક્ષેત્રના વિકાસની યોજના શું છે તે સૌ કોઇ જાણી શકશે.   ડીપીટી સાથે અત્યાર સુધી કુલ અધધ એવા 77 હજાર કરોડના એમ.ઓ.યુ. નક્કી થયા છે. આ આંકડામાં હજુ 12,250 કરોડનો વધારો થઇ શકે તેવી વિગતો જાહેર થઇ હતી.    

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer