સોપારીના ભાવ વધ્યા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 જૂન
સોપારીમાં માલની અછતને લીધે કિલોએ ભાવ રૂા. 20-25 વધ્યા છે. વાશી સ્થિત બજારમાં સોપારીની આવકો સોમવારથી ફરી શરૂ થઈ છે.
નવા પાકની આવકો એપ્રિલમાં આવી હતી પરંતુ કોરોનાને લીધે લૉકડાઉન હોવાથી મથકેથી આવકો આવતી નહોતી. અહીંની જથ્થાબંધ બજારમાં સોમવારે ફક્ત એક ગાડી (125 ગૂણીની અને એક ગૂણીમાં 65 કિગ્રા)ની આવક થઈ છે. આ વર્ષે સોપારીનો પાક 30 ટકા જેવો ઓછો છે. દેશમાં કોરોનાના સંક્રમણને લીધે સોપારીની માગ ઓછી રહી છે. મથકે પણ લૉકડાઉનને લીધે વેપાર ઓછા છે. પાઇપલાઇન ખાલી છે. માલ ઓછો હોવાથી લૉકડાઉન હળવું થતાં બજાર વધી જશે એમ અહીંના વેપારીનું જણાવવું છે.
મેંગલોરની સોપારીનો કિલોએ જથ્થાબંધ ભાવ રૂા. 465-470 અને સીરસીના રૂા. 455થી 465 જેવા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer