દેશનું સૌપ્રથમ વિવનીટ પ્રદર્શન સુરતમાં

અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 23 જુલાઇ
દેશમાં પ્રથમ વખત વિવનીટ પ્રદર્શનનું સુરતમાં 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન આયોજન કરાયું છે. પ્રદર્શન વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ફેબ્રિક ઉત્પાદકોને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડશે અને તેનું આયોજન દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા કરાયું છે.   
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત યોજાનાર વિવનીટ વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એકસકલુઝીવ ફેબ્રિક શો હશે. એકઝીબીશનમાં ભાગ લેનારા હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે. 
યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા વિવર, નીટર, ટેકનીકલ ટેકસટાઇલ અને નેરો ફેબ્રિકસના ઉત્પાદકો ભાગ લઇ રહ્યા હોય તેવું આ પ્રથમ પ્રદર્શન છે. ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના બાયર્સને બોલાવવામાં આવશે.   
મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એકઝીબીશન હશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ અને ટેકનીકલ ટેકસટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer