બાંધકામની સાથે ગાર્ડનિંગનો ક્રેઝ વધ્યો

પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે લોકો કૉન્ટ્રાક્ટ આપતા થયા 
અનિલ પાઠક 
અમદાવાદ, તા.23 જુલાઇ 
ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગના વિકાસની સાથે સાથે સંલગ્ન કેટલાક અન્ય બીઝનેસ જેવા કે ગાર્ડનીંગ માટે વિદેશી પ્લાન્ટસ રોપવાની એજન્સીઓ પણ બજારમાં આવી ગઇ છે અને મોટા બિલ્ડર જૂથો ગ્રીનરી ડેવલપ કરવા માટેનું જુદુ જ બજેટ ફાળવવા માંડયા છે. 
અમદાવાદના એક જાણીતા બિલ્ડરે જણાવ્યું હતું કે લોકો  પોલ્યુશન ફ્રી વાતાવરણ અને ગ્રીન કવર ઉભું કરવાના જુદા કોન્ટ્રેકટ આપવા માંડયા છે અને તે પાછળ બિલ્ટઅપ એરીયા પ્રમાણે અને આજુબાજુના સુંદર વ્યુ માટે એક લાખથી પાંચ લાખ સુધી  ક્રોન્ટેકટ અપાય છે અને આ બધો ખર્ચ ફાર્મ હાઉસ અને લકઝરીયસ ફલેટ ખરીદનારા ચુકવવા તૈયાર છે. 
અગાઉ આ કામ માટે ઉત્તરપ્રદેશથી આવતા માળીને મહિને 100થી 200 રાખીને રાખવામાં આવતા આજે હવે તેઓને રાખવાના લોકો 2000થી વધુ પોશ એરિયામાં ચુકવે છે. બિલ્ડરો હાઉસની નવી ક્રીમ મુકતા સૌથી પ્રથમ લોન ડેવલપ કરવાના પૈસા ચૂકવે છે. 
ફાર્મ હાઉસમાં ગાર્ડન ડેવલપ કરવાના પ્લાન્ટસ 1 પ્લાન્ટની કિંમત 150થી 200 હોય છે તે ખરીદવાનો કોન્ટ્રેકટ અપાય છે અને બાંધકામ શરૂ થાય તે પહેલાં ગાર્ડન તૈયાર થઇ જાય તેવો ખરીદનારનો આગ્રહ હોય છે.પ્લાન્ટની જરૂરીયાત વધતા મોટા શહેરોની આજુ બાજુ ખેડૂતોએ નર્સરીઓ પણ ઉભી કરી દીધી છે અને મોટા શહેરોની બહારની બાજુ ખેતરોમાં જ ફ્રન્ટ સાઇડમાં મોટી નર્સરીઓ જોવા મળે છે. 
નર્સરીઓની સાથે સાથે આધુનિક પ્રકારની ફેન્સીંગ કરવાની ફેશન પણ વધી ગઇ છે અગાઉ તારની વાડ બનાવી દેવાતી હતી. અમદાવાદની આજુ બાજુ ધોળકા-સરખેજ વગેરે વિસ્તારોમાં મોટી નર્સરીઓ બનાવી ફૂલોની પણ મોટા પાયે ખેતી કરવામાં આવી રહી છે. ટનના હિસાબે તાજા ગુલાબ યુરોપના દેશોમાં વેચાય છે.  આ વિસ્તારોમાં ગુલાબના ફૂલની મોટા પાયે નિકાસ કરવામાં આવે છે. આમ હવે વાતાવરણ માટેની જાગૃતિય વધતા અનેક નવા વ્યવસાય અસ્તિવમાં આવી ગયા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer