1 અૉગસ્ટથી સપ્તાહના સાતેય દિવસ વેતન, પેન્શન અને ઈએમઆઈની ચુકવણી કરાશે

મુંબઈ, તા. 23 જુલાઈ
રિઝર્વ બૅન્કના સુધારિત નિયમ પ્રમાણે વેતન, પેન્શન, વ્યાજ, વીમા પ્રિમિયમ અને માસિક લોન હપ્તા (ઈએમઆઈ) માટે પહેલી અૉગસ્ટથી બૅન્કો દ્વારા અઠવાડિયાના સાતેય દિવસ ચુકવણી થશે. અત્યાર સુધી સોમથી શુક્ર સુધી જ આ ચુકવણી થતી હતી. જેથી બૅન્ક હોલીડેના દિવસે પાકતી ચુકવણી માટે રાહ જોવી પડતી હતી. નેશનલ અૉટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (નાચ) દ્વારા હવેથી ઉપરોક્ત સુવિધા શરૂ કરાશે.
આ સિવાય ઈલેક્ટ્રિક બિલ, ડિવિડન્ડ, ગૅસ ફોનનાં બિલ, પાણીનો ચાર્જ, મ્યુચ્યુઅલ ફંડની ચુકવણી (ટ્રાન્સફર) સાતેય દિવસ થશે. આ સુવિધાથી લોકોને ચુકવણી માટે બૅન્ક ખૂલવાની રાહ જોવી પડશે નહીં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer