એક બૅન્ક બીજી બૅન્કના ડિરકેટર, પરિવારજનોને રૂા. પાંચ કરોડ સુધીની લોન આપી શકશે

એક બૅન્ક બીજી બૅન્કના ડિરકેટર, પરિવારજનોને રૂા. પાંચ કરોડ સુધીની લોન આપી શકશે
મુંબઈ, તા. 23 જુલાઈ
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ આજે બૅન્કોને બીજી બૅન્કોના ડાયરેક્ટરો અને તેમના પરિવારજનોને પાંચ કરોડ રૂપિયા સુધીની પર્સનલ લોન મંજુર કરવાની પરવાનગી બૅન્કોને આપી હતી. આ મર્યાદા અત્યારે રૂા. 25 લાખની છે. આ લોન આપવા માટે બૅન્કોએ તેમના ડિરેકટર બોર્ડની અથવા મૅનેજમેન્ટ કમિટીની પરવાનગી લેવાની જરૂર નથી.  
આરબીઆઈએ રૂા. 25 લાખની મર્યાદા છેક 1996માં નક્કી કરી હતી. તેની સમીક્ષા કરતા આ લોન મર્યાદા વધારવાની જરૂર જણાઈ હતી.  
અન્ય બૅન્કોના બાહોશ અધિકારીઓને પોતાની બૅન્કના ડિરેક્ટર બોર્ડમાં લાવવા માટે અને બૅન્કના ડિરેક્ટર બોર્ડ ઉપર મંજૂરીનું ભારણ ઓછું કરવાના બેવડા હેતુ સિદ્ધ કરવા માટે આરબીઆઈએ આ નિર્ણય લીધો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer