મોદકનો ધંધો આ વર્ષે એક કરોડે પહોંચશે

ગણેશોત્સવના પ્રસાદના ભાવ 25 ટકા સુધી વધી ગયા
અનિલ પાઠક 
અમદાવાદ, તા. 14 સપ્ટે. 
સામાન્યત: ગણેશ ચતુર્થી-ગણેશ મહોત્સવ જે મહારાષ્ટ્રીયન કુટુંબોમાં ઉજવાતો હતો તે હવે ધીરે ધીરે નોન મહારાષ્ટ્રીયન લોકોમાં પણ ઉજવાઇ રહ્યો છે  પરિણામે ફકત ગણેશ મૂર્તિઓ જ નહીં પરંતુ પંડાલમાં તેની ઉજવણી ડેકોરેશન અને વિવિધ પ્રકારના મોદક એટલા લોકપ્રિય  થઇ ગયા છે કે કદાચ અઠવાડીયા દસ દિવસમાં નાના મોટા વ્યાપારીઓ  80 લાખથી કરોડનો ધંધો ગણેશમાં કરી લેતા હોય છે. 
હવે લોકોમાં નવરાત્રિમાં જેમ મા અંબેની સ્થાપના કરી નવ દિવસ માતાજીની  આરતી અને ગરબા ગવાય છે  લગભગ તેજ લાઇન પર ગણેશ પૂજા  મહોત્સવ ઘરે ઘરે ઉજવાય છે.નાની મોટી મૂર્તિઓની સ્થાપના કરાય છે અને ત્યાર બાદ વિસર્જનના દિવસે રોજ આરતીમાં આવનારા  વ્યક્તિઓ અને મહેમાનોને પક્ષે પ્રસાદ આપી ગણેશ દાદાના આશિર્વાદ લેવાય છે.ઘણા કુટુંબોમાં રોજ આરતી પછી ભોજન પીરસાય છે અને હવે આ બધું કાયમી ઉજવણીનો ભાગ બની ગયો છે. 
કોરોનાની અસર ઓછી થતા પેઢી દર પેઢીથી ગણેશની મૂર્તિઓ (પીઓપી)ની બનાવતા લોકોએ આ વર્ષે ભાવમાં 15 થી 25 ટકા ભાવ વધારો કરી દીધો હતો. નવરાત્રિમાં નાસ્તા પાણી રખાય છે. તેવી જ રીતે ગણેશોત્સવમાં પણ કેટરીંગ વાળાને પ્રસાદ બનાવવાનો ઓર્ડર અપાય છે અને આ શીડયુલ 18મી સપ્ટેમ્બર સુધી ચાલશે.અમદાવાદમાં મહારાષ્ટ્રીયન વસ્તી વાળા નાના મોટા વિસ્તારોમાં 8 થી 10 દિવસ ઉત્સવમય વાતાવરણ જોવા મળે છે. 
લાલ દરવાજા, ભદ્રકાળી મંદિર, મણિનગરમાં દક્ષિણી સોસાયટી અને નવરંગપુરામાં મહારાષ્ટ્રીયન કોલોનીમાં પણ ગણેશ દર્શન માટે લાઇનો જોવા મળી રહીછે. જો કે દર્શન માટેનો ધસારો હજુ ઓછો છે, હવે વિસર્જનનો સમય નજીક આવતા ધસારો વધતો જશે. કોરોના બાદ દરેક વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળે છે તેવો જ 15થી 25 ટકાનો ગણેશમાં જોઇતી તમામ વસ્તુના ભાવોમાં જોવા  મળે છે. 
જુદી જુદી પ્રકારની સ્વીટસ તેમાં પણ જુદી જુદી ખાધ સામગ્રીમાંથી બનેલા મોદક 700થી 800 કિલોના ભાવે વેચાય છે. મહેમાનોને અપાતા ભોજન માટે કેટરીંગ વાળા પર ડીશ 700 થી 800 ચાર્જ કરે છે જ્યારે ગણેશની આરતી બાદ વહેંચાતો પ્રસાદ ગયા વર્ષ કરતા 20 થી25 ટકા વધારે ભાવે વેચાય છે આમ દિવાળીની જેમ ગણેશોતોની મોટા પાયે ઉજવણી થઇ રહી છે. એ જોતા નવરાત્રિ અને દિવાળીની ઉજવણી પણ ઉત્સાહભેર થવાની એ નક્કી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer