વિયેતનામના ચોખાની નિકાસ કિંમતોમાં ઉછાળો, ભારતના ચોખાની ખરીદી અટકાવી

વિશેષ પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14 સપ્ટે. 
વિયેતનામી ચોખાની નિકાસ કિંમતો ચાલુ સપ્તાહે તેના સૌથી નીચલા સ્તરેથી એક વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગઇ છે. તેનું કારણ સરકાર દ્વારા પોતાનો સ્ટોરેજ વધારવો અને આયાતકારો દ્વારા ભારતમાંથી ચોખાની ખરીદી પર રોક મૂકવી છે. વિયેતનામના 5 ટકા બ્રોકન ચોખા બે સપ્તાહ પહેલાના 385 ડોલરથી વધીને 400 ડોલર પ્રતિ ટન થઇ ગયા છે. પાછલા સપ્તાહે રાષ્ટ્રીય દિવસની રજાને કારણે બજાર બંધ હતા.   
હો ચી મિન્હ સિટીમાં આવેલા એક વેપારીએ કહ્યુ – ઉનાળુ – શિયાળુ ઋતુનો પાક સમાપ્ત થવાની તૈયારીમાં છે, જ્યારે ઘરેલુ માંગ વધવા લાગી છે. વેપારીઓનું કહેવુ છે કે, લોકડાઉનથી પ્રભાવિત સ્થાનિક લોકોને ચોખા આપ્યા બાદ સરકાર રાષ્ટ્રીય ભંડાર વધારવા માટે પણ ચોખાની ખરીદી કરી રહી છે.   
વેપારીઓનું કહેવુ છે કે, સરકારે દક્ષિણી વિયેતનામમાં ચોખાના પરિવહનને સુવિધાજનક બનાવવાનો પ્રયાસ કર્યો છે કારણ કે સપ્તાહો સુધી ટ્રાન્સપોર્ટેશન પર કડક કોરોનાવાયરસના પ્રતિબંધો લાગુ થયા છે. અન્ય સ્થળો પર, ભારતના 5 ટકા બ્રોકન પારબોઇલ્ડ વેરાયટી આ સપ્તાહે 358 ડોલરથી 363 ડોલર પ્રતિ ટન પર સ્થિર રહી. 
આંધ્રપ્રદેશના કાકીનાડા સ્થિત એક નિકાસકારે કહ્યુ કે, ખરીદદારોને સ્ટોક ભરવાની જરૂર છે, પરંતુ ખરીદીમાં મોડુ કરી રહ્યા છે કારણ કે તેમને લાગે છે કે હાલનુ માલ ભાડુ થોડાંક સમય બાદ ઘટી શકે છે. પડોશી દેશ બાંગ્લાદેશમાં, સરકાર દ્વારા ખાનગી આયાતકારોને લગભગ 17 લાખ ટન આયાત કરવાની મંજૂરી આપ્યા બાદ ઘરેલુ ચોખાની કિંમતોમાં થોડોક ઘટાડો આવ્યો. 
ખાદ્ય મંત્રાલયના સચિવ મોસમમત નજમનારા ખાનમનું કહવુ છે કે એક વિદેશી ન્યુઝ એજન્સીએ કહ્યુ કે, ખાનગી આયાતા ઉપરાંત વૈશ્વિક ટેન્ડરો મારફતે પણ ચોખાની આયાત કરવામાં આવી રહી છે. અમને અપેક્ષા છે કે આગામી દિવસોમાં કિંમતોમાં વધુ ઘટાડો આવશે. ઢાકાના એક વેપારીએ કહ્યુ કે વેપારી મોટાભાગે ભારતમાંથી લેન્ડ પોર્ટ મારફતે ચોખાની ખરીદી કરી રહ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer