યુગાન્ડાના 30 બિઝનેસમૅન ફરી ગુજરાત આવશે

યુગાન્ડાના 30 બિઝનેસમૅન ફરી ગુજરાત આવશે
અહીંના લઘુ ઉદ્યોગોમાંથી પ્રેરણા લઇને આફ્રિકામાં સ્થાપશે એકમો: ગુજરાતને બિઝનેસની તક 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 14 સપ્ટે. 
આફ્રિકા ખંડના કેટલાક દેશોમાં હવે ઔદ્યોગિક પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. સૌરાષ્ટ્રમાં જે રીતે લઘુ અને મધ્યમ ઉદ્યોગો વિકસ્યા છે તેવી રીતે આફ્રિકાના દેશો પણ સ્થાપવા ઇચ્છે છે. એ માટે સતત સૌરાષ્ટ્ર-ગુજરાતની વિઝિટ ત્યાંના પ્રતિનિધિ મંડળો લઇ રહ્યા છે. ચાલુ વર્ષે યુગાન્ડાનું એક પ્રતિનિધિ મંડળ મુલાકાત લઇ ગયા પછી હવે બીજું 30 લોકોનું યુગાન્ડનાનું એક પ્રતિનિધિ મંડળ ગુજરાતમાં 24થી 30 સપ્ટેમ્બર દરમિયાન આવનાર છે. એ દરમિયાન બીટુબી તથા ફેક્ટરીવિઝીટનું આયોજન કરાયું છે. 
પ્રતિનિધિ મંડળ રાજકોટ તથા અમદાવાદ જવાનું છે. પ્રતિનિધિ મંડળ માટે સતત પ્રયત્નશીલ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પરાગ તેજુરા કહે છે, સાત દિવસની વિઝિટ આપણા વેપાર-ધંધા માટે મહત્વની સાબિત થશે. યુગાન્ડા મોટાંભાગની ચીજો આયાત કરે છે, લોકલ ઉત્પાદન નહીવત છે. સૌરાષ્ટ્રમાં ઉદ્યોગ ક્ષેત્રે નિપુણતા છે એટલે યુગાન્ડા એમ્બસી દ્વારા વિઝીટનું આયોજન કરાયું છે.  
આફ્રિકાના અનેકદેશો ગુજરાત જેવા જ ઉદ્યોગ સ્થાપવાના આયોજનમાં છે.  યુગાન્ડા  હાઈ  કમિશ્નર  દ્વારાપરાગ તેજૂરાનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ મુદ્દે યુગાન્ડા હાઇ કમિશ્નર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીને પણ પત્ર લખવામાં આવ્યો છે.  
યુગાન્ડાને ડેરી-આઈસ  ક્રીમ  પ્લાન્ટ  અને  મશીનરી,  ટોયલેટ  અને  ટીસ્યુ પેપર બનાવવાની મશીનરી, મકાઈ ની મિલ માટે પ્લાન્ટ અને મશીનરી, અનાજ સંગ્રહ શક્તિ માટે, પશુ આહાર બનાવવા માટે પ્લાન્ટ અને મશીનરી, માછીમારીના સાધનો,  ઇરીગેશન  સિસ્ટમ,  ઘઉં પ્રોસાસિંગ પ્લાન્ટ,  મશીનરી અને મિલ, ટોમેટો કેચપ, ચિલ્લી સોસ અને તે પ્રકાર ની ફૂડ પ્રોડક્ટ બનાવવાની મશીનરીની જરુરિયાત છે.  આ સિવાય પણ  અનેક  પ્રકારના  અન્ય  ઉદ્યોગો માટે પણ આપણે તેમને માર્ગદર્શન આપી ને શરુ કરાવી શકીયે.  
આ વિઝીટનો ઉદ્દેશ અહીંથી પ્લાન્ટ મશીનરી ખરીદવાનો છે. યુગાન્ડાનું પ્રતિનિધિ મંડળ હવે  બીજા તબક્કામાં 30 લોકો ની સાથે આવવાનું છે. એમાં ત્યાંના  મોટા  બિઝનેસમેન તથા સરકારી અધિકારીઓ હશે. સપ્ટેમ્બર માસ ની 24 તારીખે રાજકોટ આવશે અને 3 દિવસ રાજકોટ બી ટુ  બી તથા ફેક્ટરી વિઝિટ રાખવામાં આવી છે.  27મી સપ્ટેમ્બરે આ ડેલિગેશન અમદાવાદ જશે અને ત્યાં ટુ બી મીટ અને ફેક્ટરી  વિઝિટ કરી ને 30 તારીખે પરત જશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer