તૈયાર વત્રોની નિકાસમાં ઝડપી વૃદ્ધિ

તૈયાર વત્રોની નિકાસમાં ઝડપી વૃદ્ધિ
ચેન્નઈ/અમદાવાદ, તા. 14 સપ્ટે. 
કન્ટેનરોની અછત અને ઊંચા જહાજી નૂરભાડાં છતાં તૈયાર વત્રોની નિકાસમાં પ્રભાવશાળી વધારો નોંધાયો છે.
તૈયાર વત્રો માટે ચીન ઉપરાંત એક સપ્લાયર હાથમાં રાખવાની અમેરિકા અને યુરોપના બ્રાન્ડેડ વત્રોના ઉત્પાદકોની નીતિ અને ચીનના રૂ પર અમેરિકાએ મૂકેલા પ્રતિબંધને કારણે આ વર્ષે એપ્રિલ-અૉગસ્ટ દરમિયાન તૈયાર વત્રોની નિકાસમાં વર્ષાનુવર્ષ 67 ટકાનો ઉછાળો આવ્યો છે.
એપ્રિલથી અૉગસ્ટ સુધીના પાંચ મહિનામાં તૈયાર વત્રોની નિકાસ ગયા વર્ષના 3.6 અબજ ડૉલરથી વધીને 6.02 ડૉલર થઈ છે. જો કે કોરોના અગાઉના એપ્રિલ-અૉગસ્ટ 2019ના સમયના 6.8 અબજ ડૉલર કરતાં આ વર્ષની નિકાસ હજી ઓછી છે.
આ વર્ષના પ્રથમ છ માસમાં (જાન્યુઆરી-જૂન દરમિયાન) ક્લોધિંગની નિકાસમાં વર્ષાનુવર્ષ 36 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. જાન્યુઆરીથી જુલાઈમાં અમેરિકા ખાતેની ટેક્સ્ટાઈલ અને વત્રોની નિકાસમાં 55 ટકાનો વધારો થયો છે.
`છેલ્લા કેટલાક મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત માટે ખૂબ સારું વાતાવરણ રચાયું છે. અમેરિકન કંપનીઓ પોતાનું કામકાજ ભારતમાં ખસેડવા માગતી હોવાથી અમેરિકા ખાતેની નિકાસમાં મોટો વધારો થયો છે. કન્ટેનરોની અછત અને ઊંચા જહાજી નૂરભાડાં છતાં નિકાસ વધી છે.' એમ એપેરેલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષ એ શક્તિવેલે જણાવ્યું હતું. ઉદ્યોગમાંથી મળતા અહેવાલો અનુસાર તૈયાર વત્રોની નિકાસ મોટા પાયે ચીન અને વિયેટનામથી ખસીને ભારત તરફ વળી છે.''
દરમિયાન ટેક્નિકલ ટેક્સ્ટાઈલ અને મેન-મેડ ફાઈબર્સની નિકાસને પ્રોત્સાહન આપવા સરકાર તેમના માટે ટૂંક સમયમાં રૂા. 10,683 કરોડની પ્રોડક્શન-લિંક્ડ-ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ જાહેર કરાઈ છે, જેનાથી ટેક્સ્ટાઈલ ઉદ્યોગની નિકાસને વેગ મળશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer