ભારત ખાંડની બમ્પર નિકાસ સિઝન માટે તૈયાર

ભારત ખાંડની બમ્પર નિકાસ સિઝન માટે તૈયાર
વિશેષ પ્રતિનિધિ તરફથી 
નવી દિલ્હી, તા. 14 સપ્ટે. 
ભારતીય ખાંડ મિલો દ્વારા વેપારીઓની માટે નવી સિઝન નિકાસની દ્રષ્ટિએ પ્રોત્સાહક કરી રહી છે. વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ લગભગ 20 સેન્ટ પ્રતિ પાઉન્ડ છે જે ચાર વર્ષના ઉંચા સ્તર પર છે. બ્રાઝિલમાં ખાંડના ઉત્પાદનમાં જંગી ઘટાડાની આશંકાને જોતા ભારતની માટે આગામી સિઝન નિકાસની દ્રષ્ટિએ સારી રહી શકે છે. 
ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા)એ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યુ છ કે, બ્રાઝિલમાં ચાલુ સુગર સિઝન (એપ્રિલ 2021-માર્ચ 2022)માં ખાંડનુ ઉત્પાદન ઘટશે નહીં. તેનું કારણ ત્યાં દૂષ્કાળની સ્થિતિ છે. પરિણામે, ખાંડની વૈશ્વિક કિંમતોમાં તેજી રહેવાની અપેક્ષા છે. 
બ્રાઝિલની આગામી સુગર સિઝન પાછલા 90 વર્ષોમાં અત્યાર સુધીના સૌથા ભયંકર દૂષ્કાળને લીધે પ્રભાવિત થઇ શકે છે. તેનું કારણે, આઇએસઓ સહિત ઘણી વૈશ્વિક એજન્સીઓએ 1 ઓક્ટોબર, 2021થી જૂન થનાર આગામી 2021-22 સુગર સિઝનમાં ખાંડની અછત 40-50 લાખ ટન સુધી ઓછી રહેવાનો અંદાજ મુકાયો છે. 
ઇસ્માએ કહ્યુ કે, એવા પણ અહેવાલ છે કે ઘણી સુગર મિલોએ આગામી સિઝનમાં નિકાસના એડવાન્સ સોદા પર હસ્તાક્ષર કર્યા છે. એવુ મનાઇ રહ્યુ છે કે ભારતીય સુગર મિલો આ તકનો લાભ ઉઠાવી લેશે અને આગામી સિઝનમાં પણ 60 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં સક્ષમ હશે. 
ઇસ્માના મતે, બંદરોની માહિતી અને બજારોના સુત્રોના મતાનુસાર, ચાલુ સુગર સિઝન (1 ઓક્ટોબર, 2020થી 31 ઓગસ્ટ, 2021)ના સમયગાળા પહેલા 11 મહિનામાં દેશમાંથી લગભગ 66.70 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે. તે પાછલી સિઝનના આ સમયગાળા દરમિયાન નિકાસ કરાયેલા 55.78 લાખ ટનથી લગભગ 11 લાખ ટન વધારે છે. 
ચાલુ સિઝનના આ આંકડાઓમાં 2019-20 સુગર સિઝનની મહત્તમ સ્વીકાર્ય નિકાસ ક્વોટા હેઠળ કરાયેલી લગભગ 4.49 લાખ ટન નિકાસ પણ શામેલ છે, જે 31 ડિસેમ્બર, 2020 સુધી વધારાઇ છે. તેનો અર્થ એ છે કે 62.21 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે. 6 સપ્ટેમ્બર, 2021 સુધી, લગભગ 2.29 લાખ ટન ખાંડ બંદરો પર છે, અથવા તો જહાજો પર લાદવામાં આવી છે અથવા વેરહાઉસમાં છે અને જહાજો આવવાની રાહ જોવાઇ રહી છે. તેનો અર્થ એ છે કે ચાલુ સિઝનમાં 20 દિન બચ્યા છે, ચાલુ સિઝનમાં કુલ નિકાસ 70 લાખ ટનને વટાવી શકે છે. 
અત્યાર સુધી કૂલ અંદાજીત નિકાસમાંથી લગભગ 34.28 લાખ ટન રો- સુગર, 25.66 લાખ ટન સફેદ ખાંડ અને 1.88  લાખ ટન રિફાઇન્ડ ખાંડ સુગર દ્વારા નિકાસ કરાઇ. તે ઉપરાંત મિલોને રિફાઇનિંગ અને નિકાસની માટે બંદરો પર આવેલી રિફાઇનરીઓને લગભગ 7.17 લાખ ટન રો-સુગર આપી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer