ડીએચએફએલ કેસ : પિરામલ ગ્રુપને અપાયેલી મંજૂરી સામે 63 મૂન્સ ટેક્નૉલૉજીસનો પડકાર

મુંબઈ, તા. 8 જૂન
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ફડચામાં ગયેલી ડીએચએફએલ કંપની હસ્તગત કરવા માટે પિરામલ ગ્રુપને મંજૂરી આપી છે, પરંતુ 63 મૂન્સ ટેક્નૉલૉજીસનું કહેવું છે કે હાલનો રિઝોલ્યુશન પ્લાન કાયદાથી વિરુદ્ધ તથા ડીએચએફએલના તમામ લેણદારો (ક્રેડિટર્સ)ના હિતની વિરુદ્ધ છે. આથી એક લેણદાર તરીકે 63 મૂન્સે ટ્રિબ્યુનલના આદેશને પડકારવાનો નિર્ણય લીધો છે. લેણદારોમાં બૅન્કો ઉપરાંત નોન કન્વર્ટિબલ ડિબેન્ચરધારકોનો પણ સમાવેશ થાય છે.   નોંધનીય છે કે ડીએચએફએલના પ્રમોટરો તથા અન્યોએ લેણદારો સાથે લગભગ 45,000 કરોડ રૂપિયાની છેતરાપિંડી કરી હતી. ડીએચએફએલના એડમિનિસ્ટ્રેટરે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ આ રકમની રિકવરી માટે અરજીઓ કરી છે. 63 મૂન્સનું કહેવું છે કે રિઝોલ્યુશન પ્લાનમાં ખરીદદાર (હાલની મંજૂરી મુજબ પિરામલ ગ્રુપ)ની તરફેણ કરવામાં આવી છે. પિરામલ ગ્રુપે ઉક્ત રિકવરીનું મૂલ્ય ફક્ત 1 રૂપિયો ગણાવ્યું છે. આમ, લેણદારોના ભોગે પિરામલને ફાયદો થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer