સ્ટેચ્યુ અૉફ યુનિટી પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્યું

સ્ટેચ્યુ અૉફ યુનિટી પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્યું
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા તા. 8 જૂન 
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાટે મંગળવારથી ખુલ્લુ મુકાતા પ્રવાસીઓ આવવાના ચાલુ થઇ ગયા છે. પ્રથમ દિવસે 200થી વધુ પ્રવાસીઓએ ઓનલાઇન ટિકિટ બાકિંગ કરાવી દીધી હતી.  પ્રવાસીઓ માટે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત રહેશે એમ સ્ટેચ્યુ ઓફ યુનિટિ સાથે સંકળાયેલા એક પ્રવકતાએ જણાવ્યું હતું.  
અગાઉ  કોવિડના કેસ વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દેવાયો હતો.  
સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઈગ ગેલેરીમાં જવા માટે ટિકિટ મર્યાદિત કરવામાં આવી હતી. એક દિવસમાં માત્ર 200 જ પ્રવાસીઓને વ્યુઈંગ ગેલેરી જોવાનું અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મર્યાદિત જ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ હવે  ગેલેરી જોવાની ટિકિટનો સ્લોટ 7000 કરી દેવામાં આવ્યો છે. સ્ટેચ્યુની અંદર જવાની ટિકિટ અનલિમિટેડ મળે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer