મેંથા ઓઇલના ભાવ પર વધારે દબાણ નહીં આવે

મેંથા ઓઇલના ભાવ પર વધારે દબાણ નહીં આવે
કમલ શર્મા 
ચંદૌસી, તા. 8 જૂન 
દેશમાં નવા પાક વર્ષ 2021-22માં મેંથા ઓઇલનું ઉત્પાદન 49 હજાર ટનથી 55 હજાર ટન રહેવાનું અનુમાન છે. મેંથાની લણણીની સાથે પિલાણ હાલ શરૂ થયુ છે જેના લીધે મેંથા ઓઇલનું કૂલ ઉત્પાદન કેટલુ રહેશે, તે હાલ કહેવુ વહેલુ ઉતાવળીયુ રહેશે પરંતુ ઉત્પાદનના આંકડા 49-55 હજાર ટનની વચ્ચે રહેવુ જોઇએ. ખેડૂતો અને વેપારીઓનું કહેવું છે કે જૂન અંત સુધી મેંથા ઓઇલ ઉત્પાદનનું ચિત્ર ઘણું સ્પષ્ટ થઇ જશે જ્યારે જુલાઇ અંતથી પહેલા પિલાણ સમાપ્ત થવાની અપેક્ષા છે કારણ કે ચોમાસામાં તેનું પિલાણ થઇ શકતુ નથી. 
પ્રીતેશ અગ્રવાલ, પ્રકાશ કેમિકલ્સ, બદાયુના મતે દેશમાં ચાલુ વર્ષે મેંથાનો પાક 50 હજાર ટન રહેવાની સંભાવના છે જેનાથી લગભગ 49 હજાર ટન મેંથા ઓઇલ મળશે. તેઓ કહે છે કે ચાલુ વર્ષે મેંથાનો પાકનો અનુમાન કેટલાક લોકો દસ ટકા વધારે વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક સમાન કહી રહ્યા છે. એવામાં ચિત્ર જૂન અંત સુધી સ્ષષ્ટ થવાની સંભાવના છે. દેશમાંથી પાછલા વર્ષે 22 હજાર ટન મેંથા ઓઇલની નિકાસ થઇ જેમાંથી એકલા ચીનને 14 હજાર ટનની શિપમેન્ટ થઇ. બાકી આઠ હજાર ટન મેંથા ઓઇલ દુનિયાના અન્ય દેશોને નિકાસ થયું.  
મેંથા ઓઇલની નિકાસ માંગ ચાલુ વર્ષે પણ સારી રહેવાની સંભાવના છે કાણ કે કોવિડના લીધે સમય વધારે લાગી રહ્યો છે. તેઓ કહે છે કે નેચરલ મેંથાનો સિન્થેટિક મેંથા ઓઇલથી પ્રતિસ્પર્ધા કરવી પડી રહી છે કારણ કે જ્યાં નેચરલ મેંથા ઓઇલના ભાવ વૈશ્વિક બજામાં 17-18 ડોલર પ્રતિ કિગ્રા છે તો સિન્થેટિક મેંથા ઓઇલ 10 ડોલર પ્રતિ કિગ્રાની આસપાસ ઓફર કરી રહ્યા છે. સિન્થેટિક મેંથા ઓઇલે હકીકતમાં પ્રાઇસ વોરને રોકી છે.   
મેંથા ઉત્પાદક વિસ્તારોમાં મેંથા ઓઇલની નવી આવકની સાથે જૂન એમસીએક્સ વાયદો ઘટીને 914 રૂપિયા પ્રતિ કિગ્રાની આસપાસ આવી ગયો છે. હવે ઉત્તર પ્રદેશની મંડીઓમાં મેથા ઓઇલની દૈનિક આવક વધતી જશે. હાલના દિવસોમાં તેની આવક 10-15 ડ્રમ છે જે હવે સાતથી દસ દિવસમાં 400-500 ડ્રમ સુધી પહોંચી જશે. મેંથા ઓઇલના ભાવ હવે વધારે નીચે જવાની આશંકા નથી કારણ કે પહેલા જ પાંચ વર્ષના સરેરાશ ભાવ 945 રૂપયા પ્રતિ કિગ્રાની આસપાસ છે. તેઓ કહે છે કે આ સરેરાશ ભાવથી મેંથા ઓઇલ 20 રૂપિયા પ્રતિ કગ્રા સુધી ઘટી શકે છે પરંતુ ત્યારબાદ તેમાં સુધારાની સંભાવના દેખાઇ રહી છે.   
વૈભવ અગ્રવાલ, નોરેક્સ ફ્લેવર્સ ગજરૌલાનું કહેવુ છે કે મેંથાનો પાક પાછલા વર્ષની સમાન છે અને ચાલુ વર્ષે પણ પાછલા વર્ષ જેટલુ જ 55 હજાર ટન મેંથા ઓઇલનું ઉત્પાદન થવાની સંભાવના છે.તેઓ કહે છે કે દેશમાં જર્મની અને મલેશિયાથી 4500 ટનની આસપાસ સિન્થેટિક મેંથાની આયાત પણ થઇ રહી છે. જર્મનીના સિન્થેટિક મેંથા ઓઇલ પર દસ ટકા જકાત લાગે છે પરંતુ તેનો ભાવ એટલો ઓછો છે કે જકાત ચૂકવ્યા બાદ પણ તેની લેન્ડેડ કોસ્ટ નીચી રહી છે જ્યારે મલેશિયાથી આવનાર સિન્થેટિક મેંથા ઓઇલ પર કોઇ આયાત જકાત લાગતી નથી. મેંથાની નિકાસ માંગ હવે આફ્રિકન દેશો, બ્રાઝિલ અને ચીન જેવા દેશોમાં વધી રહી છે. તે ઉપરાંત ઘરેલુ માંગ પણ છે. 
તેઓ કહે છે કે સંપૂર્ણ બિઝનેસ પર પાછલા વર્ષથી કોવિડની અસર છે અને બીજી લહેરથી તેણે વધારે નબળી કરી છે. દર વર્ષે જ્યાં એપ્રિલ- મેમાં જૂન ડિલિવરીનો સોદો થયા હતા, તેની સંખ્યા ચાલુ વર્ષે નહીં બરાબર રહી. મેડિસન સેક્ટરમાં મેંથા ઓઇલની માંગ સારી છે પરંતુ અન્ય સેક્ટરમાંથી માંગ નબળી પડી છે.     
ચંદૌસીની કંપની એસજે મેંથા પ્રોડક્ટ્સના ધર્મેન્દ્ર વિક્કીનું કહેવુ છે કે ચાલુ વર્ષે મેંથા પાકનું વાવેતર 10-15 ટકા વધી છે અને મંથા ઓઇલનું ઉત્પાદન 45-50 હજાર ટનની આસપાસ રહી શકે છે. ચાલુ વર્ષે બટાકાના ભાવ ઉંચા હોવાથી ખેડૂતોએ બટાકાની ખેતી તરફ બટાકા નીકાળ્યા બાદ અન્ય બીજા પાકનો વિકલ્પ ન હોવાથી મેંથાનું વાવેતર થયુ. ચાલુ વર્ષે તાઉતે તોફાનથી બે દિવસ થયેલા વરસાદથી મેંથાના પાકને મોટો લાભ થયો તેમજ તેલનું પ્રમાણ પ્રતિ વિધા 10-13 કિગ્રા મળી રહ્યુ છે જે પાછલા વર્ષે 7-8 કિગ્રા પ્રતિ વિધા હતી. તેઓ કહે છે કે હાલના દિવસોમાં મેંથાનું પિલણ પુરજોશમાં ચાલુરહ્યુ છે અને તે જુલાઇ અંત સુધી થવાની સંભાવના છે. 
તેઓ કહે છે કે ખેડૂતોની પાસે જૂનો મેંથા ઓઇલનો સ્ટોક પણ છે પરંતુ આ ભાવે ઉપર જવા સુધી ડેડ સ્ટોક માનવું જોઇએ. પાછલા વર્ષના મેંથા ઓઇલનો લગભગ 20-25 ટકા સ્ટોક ખેડૂતોની પાસે પડ્યો છે. કોરોના મહામારીના લીધે તેની નિકાસ અને ઘરેલુ વપરાશ ઘટી જેના લીધે સ્ટોક વધ્યો છે. ચાલુ વર્ષે પણ સિઝનની શરૂઆત સસ્તી સાથે થઇ છે પરંતુ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે અનલોક પ્રક્રિયા બાદ તેની નિકાસ અને ઘરેલુ માંગ અને ભાવમાં સુધારો થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer