વડા પ્રધાન દાવોસ એજેન્ડા શિખર સંમેલન સંબોધશે

નવી દિલ્હી, તા. 14 જાન્યુ. 
વિશ્વ આર્થિક મંચ (ડબ્લ્યુઈએફ)નું અૉનલાઈન યોજાયેલ દાવોસ એજેન્ડા શિખર સંમેલનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલે દિવસે સંબંધોન કરશે. પાંચ દિવસનું આ શિખર સંમેલન 17 જાન્યુઆરીથી શરૂ થશે. વિશ્વના અન્ય નેતાઓ પણ વર્ષ 2022 માટેના તેમના વિચારો રજૂ કરશે.   કોરોના મહામારીનું સંક્રમણ વધતાં ડબ્લ્યુઈએફે વાર્ષિક મિટિંગનું પ્રત્યક્ષ આયોજન રદ્દ કરવું પડ્યું છે.
વર્ષ 2022ની વાર્ષિક મિટિંગ આ વર્ષના અંતમાં થવાની ધારણા છે. કાર્યક્રમની જાહેરાત કરતાં વિશ્વ આર્થિક મંચે કહ્યું કે દાવોસ એજેન્ડા 2022 એવું પહેલું વૈશ્વિક મંચ બનશે જ્યાં વિશ્વભરના મોટા નેતાઓ આ વર્ષ માટે તેમનો દૃષ્ટિકોણ રજૂ કરશે. આ વર્ષનો વિષય છે િવશ્વની પરિસ્થિતિ.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer