રૂનું વૈશ્વિક ઉત્પાદન 261 લાખ ટન થવાનું અનુમાન

મુંબઈ, તા. 21 જૂન 
ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટીએ જૂન, 2022ના અહેવાલમાં જણાવ્યું છે કે, વર્ષ 2021-22માં રૂની ચાલુ સિઝન સમાપ્ત થવામાં બે મહિના બાકી છે. જ્યારે સિઝન 2022-23માં ખેતીનું વૈશ્વિક વાવેતર એક ટકા ઘટીને 327.8 લાખ હેક્ટર રહેવાની સંભાવના છે. તેના પગલે રૂનું વૈશ્વિક ઉત્પાદન 261.3 લાખ ટન રહેવાનું અનુમાન છે. સિઝન 2022-23માં કપાસનો વપરાશ હાલ 260.9 લાખ ટન રહેવાનો અંદાજ છે. ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટીએ કહ્યું છે કે, રૂના ભાવમાં ઘણાં કારણોસર વધ-ઘટ રહેશે અને સરકારી નીતિઓના પગલે ભાવો અંગે કંઇ પણ કહેવું મુશ્કેલ છે. 
ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટીના મતાનુસાર આ સિઝનમાં કપાસનો વપરાશ ઉત્પાદનથી લગભગ 2.65 લાખ ટન વધારે થવાનું અનુમાન છે. સિઝન 2021-22માં કપાસનું વૈશ્વિક વાવેતર એક ટકાથી વધીને 327.8 લાખ હેક્ટર રહ્યું જ્યારે ઉત્પાદન 261.3  લાખ ટન નોંધાશે તેવું અનુમાન છે. રૂનો વપરાશ વર્તમાનમાં 260.9 લાખ ટન અંદાજવામાં આવ્યો છે જ્યારે ચાલુ સિઝન સમાપ્ત થવામાં હજી બે મહિનાની વાર છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer