સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધના આદેશને સસ્પેન્ડ કરવા કૈટની માગ

સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધના આદેશને સસ્પેન્ડ કરવા કૈટની માગ
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 21 જૂન
સિંગલ યુઝ પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ, જે આગામી પહેલી જુલાઇથી લાગુ કરવામાં આવશે. જેને લઇને હજુ સુધી ઉત્પાદકોમાં કેટલીક અસમંજસ અને મુશ્કેલી છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવને રજૂઆત કરી છે કે દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના મોટા પાયે ઉપયોગને જોતા કોઈપણ વૈકલ્પિક વસ્તુ વિના સંપૂર્ણ પ્રતિબંધ તેમના માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે. હાલ પુરતા આ આદેશને સસ્પેન્ડ કરવાની માગ છે. 
કૈટના ગુજરાત રીજનના પ્રમુખ પ્રમોદ ભગતે કહ્યું હતું કે, સરકારનો નિર્ણય એક વ્યવહારુ પગલું છે અને તે પર્યાવરણને બચાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ સમાન અને ન્યાયી વિકલ્પોની ગેરહાજરીને કારણે આ પ્રતિબંધની પ્રતિકૂળ અસર થઈ શકે છે. દેશના ઉદ્યોગ અને વેપાર દેશનો વેપારી સમુદાય આ ગંભીર મુદ્દા પર સરકાર સાથે ઉભો છે. પરંતુ હાલ સિંગલ-યુઝ પ્લાસ્ટિક માટે લેવલ-પ્લેઇંગ ફિલ્ડ પ્રદાન કરવા માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવી નથી. અમે આ આદેશને સસ્પેન્ડ કરવાની માગ કરીએ છીએ.  
દેશમાં 98 ટકા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ એમએનસી, કોર્પોરેટ ઉત્પાદકો, ઉત્પાદકો, ઈ-કોમર્સ કંપનીઓ, વેરહાઉસિંગ હબ, ઉદ્યોગો અને અન્ય પ્રકારના ઉત્પાદન એકમો દ્વારા તેમની પોતાની ઉત્પાદન લાઇનમાં અથવા તૈયાર માલના પેકાજિંગમાં થાય છે.  વેપારીઓને ઉત્પાદક અથવા મૂળ સ્ત્રોત પાસેથી જે પણ પાકિંગ મળે છે, તે માલ વેપારીઓ દ્વારા વેચવામાં આવે છે. જ્યાં સુધી આ કંપનીઓ અને ઉત્પાદન એકમો ઉત્પાદન લાઇનમાં અથવા તૈયાર માલના પેકાજિંગમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ગ્રાહક સ્તરે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની શક્યતાઓ રહેશે. 
કૈટએ કેન્દ્રમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, સમકક્ષ વિકલ્પોની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને, આ પ્રતિબંધનો અમલ થોડા સમય માટે મુલતવી રાખવો જોઈએ. આ આદેશના અમલીકરણ માટે સમયમર્યાદા નક્કી કરવા અને સમાન વિકલ્પોની શોધ કરવા માટે વરિષ્ઠ અધિકારીઓ અને હિતધારકોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે.  
દેશભરમાં હજારો ઉદ્યોગો અને ઉત્પાદન એકમો પ્લાસ્ટિકના વેપાર સાથે સંકળાયેલા છે, જે દેશમાં કરોડ લોકોને રોજગાર પ્રદાન કરે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થવાની સ્થિતિમાં, તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓ સમાપ્ત થઈ જશે, જેના પરિણામે આ કંપનીઓમાં કામ કરતા આવા તમામ લોકોની બેરોજગારી થઈ શકે છે. આ સંદર્ભમાં સરકારે કેટલાક સક્ષમ વિકલ્પો શોધવા જોઈએ જેથી કરીને આ ઉદ્યોગો અને ઉત્પાદન ગૃહો તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓને આવા સક્ષમ વિકલ્પો તરફ વાળે અને રોજગારીને અવરોધ ન આવે તેવી માગ છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer