ખાંડનો લઘુતમ વેચાણભાવ વધારીને રૂા. 31

મિલોને રૂા. 6000 કરોડનો લાભ 
નવી દિલ્હી, તા. 15 ફેબ્રુ.
ખાંડનો લઘુતમ વેચાણભાવ કિલોદીઠ રૂા. 29થી વધારીને રૂા. 31 કરાયો છે. આ પગલાથી ખાંડ મિલોને રૂા. 6000 કરોડનો ફાયદો થવાની ધારણા છે.
જુલાઈ મહિનામાં સરકારે મિલો પાસેના સ્ટૉક અને ભાવિ ઉત્પાદન માટે દાયકાઓમાં પ્રથમવાર લઘુતમ વેચાણભાવ નક્કી કર્યા હતા. જોકે, મિલો આ ભાવ વધારવાની માગણી કરતી હતી. તેમની દલીલ હતી કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટી જવાથી નિકાસ ઓછી થઈ ગઈ છે. સરકારે ઠરાવેલા 50 લાખ ટનના નિકાસ લક્ષ્યાંક સામે વાસ્તવિક નિકાસ માત્ર 35 લાખ ટનની થઈ છે.
ખાંડ મિલોએ ખેડૂતોને શેરડીની કિંમતપેટે 31 જાન્યુઆરીએ રૂા. 20,000 કરોડ ચૂકવવાના હતા, એમ ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશનના આંકડા કહે છે. ખેડૂતોને શેરડીની કિંમત સમયસર ચૂકવાય તો તેઓ શેરડીનું વાવેતર વધારવા પ્રેરાય અને અન્ય પાક ભણી વળતાં અટકે એવી ધારણા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer