વડા પ્રધાનની પાકને ચેતવણી : પરિણામો ભોગવવા તૈયાર રહેજો

નવી દિલ્હી, તા. 15 ફેબ્રુ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પુલવામામાં સૈન્યના 44 જવાનોનો ભોગ લેનારા આતંકવાદી હુમલાનો કઠોર પ્રતિભાવ આપવાનું એલાન કર્યું છે. `અમે જડબાતોડ જવાબ આપીશું. અમારો પાડોશી અમને હલાવી નહીં શકે' એમ મોદીએ સુરક્ષા સલાહકારો સાથેની બેઠક બાદ જણાવ્યું હતું. હુમલામાં શહીદ થનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં વડા પ્રધાને કહ્યું હતું કે આતંકવાદવિરોધી કાર્યવાહી માટે સલામતી દળોને છુટ્ટો દોર આપવામાં આવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer