ઝાયડસની ઔષધને યુએસએફડીએની મંજૂરી

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા.22 માર્ચ
ઝાયડસ કેડિલાને યુ.એસ.એફ.ડી.એ. (યુનાઇટેડ સ્ટેટ ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) તરફથી મંદબુદ્ધિ ધરાવતા લોકો તથા ગાંડપણના રોગીઓ માટેની ખાસ દવા માટેની અંતિમ મંજૂરી મળી છે. આ દવામાં લુરાસિડોન હાઈડ્રોક્લોરાઇડ ટેબ્લેટ્સ યુએસપી 20 એમજી, 40 એમજી, 60 એમજી, 80 એમજી અને 120 એમજીનો સમાવેશ થાય છે. આ દવા હવે ઝાયડ્સના અમદાવાદ સ્થિત પ્લાન્ટમાં બનશે. 
મંદબુદ્ધિ અને ગાંડપણને લગતા દર્દીઓ માનસિક અસ્થિર થનાર લોકોને આ દવા ઉપયોગી બની રહેનાર છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ હાજર ન હોય છતાં પણ તેના હોવાનો ભાસ થાય તેવા વ્યક્તિની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરાશે. 
ઝાયડસ ગ્રુપ પાસે હવે 257 વિવિધ દવાઓની મંજૂરીઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાની બજારમાં દવા વેંચવાની મંજૂરી મેળવી એ કોઈ પણ ભારતીય કંપની માટે મોટી વાત કહેવાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer