ઉત્પાદકતા વધારવા ખાણોનું ડિજિટાઈઝેશન

ભુવનેશ્વર, તા. 14 જૂન
તાતા સ્ટીલ અને હિન્દુસ્તાન ઝીંક તેમની ખાણોની ઉત્પાદકતા વધારવા માટે ડિજિટાઈઝેશનનો આશરો લઈ રહ્યો છે.
હિન્દુસ્તાન ઝીંકનું કહેવું છે કે ડિજિટાઈઝેશનને કારણે ખનીજના સંશોધનથી માંડીને ધાતુના ઉત્પાદન સુધીની પ્રવૃત્તિઓમાં ચોકસાઈ અને કાર્યદક્ષતામાં વધારો થયો છે.
`અમે ડિજિટાઈઝેશનના પ્રથમ તબક્કામાં છીએ, જે અમે એકાદ વર્ષમાં પૂરો કરવા માગીએ છીએ. અમારા ડિજિટાઈઝેશનના પ્રયાસનો ઉદ્દેશ ઉત્પાદન અને સલામતી વધારવાનો છે, જેથી અમે ખાણકામની પ્રવૃત્તિને નવા સ્તરે લઈ જઈ શકીએ. અમે વિશ્વની અનેક કંપનીઓ સાથે હાથ મિલાવ્યા છે અને શ્રેષ્ઠ ટૅક્નોલૉજીઓ અહીં લઈ આવીએ છીએ,' એમ હિન્દુસ્તાન ઝીંકના અૉફિસર બરુન ગોરાઈએ કહ્યું હતું.
હિન્દુસ્તાન ઝીંકનો દાવો છે કે ડિજિટલ દરમિયાનગીરીને કારણે ક્રશિંગની કામગીરીમાં 10-15 ટકાનો સુધારો થયો છે. તે ઉપરાંત આવતા છ માસમાં કામકાજના ખર્ચમાં 20 ટકા બચત કરવા વિશે તે આશાવાદી છે.
`અમારી ઈચ્છા ખાણકામની ઉત્પાદક માનવકલાક દીઠ 0.6 ટનથી વધારીને બે ટન કરવાની છે. એ જ રીતે ખનીજમાંથી ધાતુપ્રાપ્તિનું પ્રમાણ સુધારીને 95-96 ટકા કરવા માગીએ છીએ. અમારી ધાતુપ્રાપ્તિનું પ્રમાણ હવે સ્થિર થયું છે. ડિજિટાઈઝેશનના આગમન પહેલાં ધાતુપ્રાપ્તિની અનિશ્ચિતતા એક મોટી સમસ્યા હતી,' એમ ગોરાઈએ કહ્યું હતું.
તાતા સ્ટીલે ખનીજ લોખંડની તેમ જ ક્રોમાઈટની ખાણોમાં ડિજિટાઈઝેશનની શરૂઆત કરી છે. `ખાણોના ભૂસ્તરશાત્રીય આયોજનથી માંડીને ખાણોના સંચાલન સુધીની પ્રવૃત્તિઓમાં ડિજિટાઈઝેશન અમને ઇચ્છિત ગુણવત્તાવાળા ખનીજો કાઢવામાં મદદરૂપ બને છે. અમે ઉત્પાદનની ગુણવત્તા પર કડક અંકુશ રાખવાની વ્યવસ્થા વિકસાવી છે. ડિજિટલ સાધનોની મદદથી અમે પ્લાન્ટમાં કામ કરનારા લોકોની સુરક્ષા પણ નિશ્ચિત કરી છે,' એમ વાઈસ પ્રેસિડેન્ટ અરુણ મિશ્રાએ કહ્યું હતું.
તાતા સ્ટીલે તેના જમશેદપુર પ્લાન્ટને ખનીજ લોખંડ પૂરું પાડતી નોઆમુન્ડી ખાતેની મુખ્ય ખાણમાં `ફ્લીટ મેનેજમેન્ટ સિસ્ટમ' દાખલ કરી છે. નોઆમુન્ડી ખાતેનાં બધાં ડમ્પરોને આ સિસ્ટમ સાથે સાંકળી લેવામાં આવ્યા છે, જે ઈન્ટરનેટ અૉફ થિંગ્ઝ ટૅક્નોલૉજી પર આધારિત છે.
`આ જ વ્યવસ્થા જોડા ખાતે પણ અમલમાં મુકાઈ રહી છે. ત્યાર પછી અમે વેસ્ટ બોકારો ખાણોમાં તેને લઈ જશું. અમે ડ્રીલના સંચાલનને અૉટોમેટિક બનાવવાનું વિચારીએ છીએ જેથી ચોક્સાઈ વધે અને કામદારોની જિંદગી વધુ સુરક્ષિત બને.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer