વાયુ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ચોમાસું 15 દિવસ પાછું ઠેલાવાની શક્યતા

હૃષિકેશ વ્યાસ
અમદાવાદ, તા. 14 જૂન 
ગુજરાતને હચમચાવી મુકનાર વાયુ વાવાઝોડાનો ખતરો ભલે ટળ્યો હોય પરંતુ મૌસમી પવનોને આગળ વધવામાં અવરોધરૂપ બન્યું છે, જેના કારણે ચોમાસાની ચાલ નબળી પડતા ગુજરાતમાં ચોમાસું 15 દિવસ પાછું ઠેલાવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતોને ચિંતા છે કે, વાયુ વાવાઝોડાના કારણે હાલમાં ભલે સારો વરસાદ વરશે પરંતુ તેના દુપ્રભાવના કારણે ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં ચોમાસાના આગમનની ઇન્તેજારી વધી જશે. જો વરસાદ ખેંચાશે તો ઉત્તર અને મધ્ય ગુજરાતના ડેમોમાં હાલના પાણીના સંગ્રહાયેલા જથ્થા સામે ગંભીર પરિસ્થિતિ સર્જાય તેમ છે. 
હવામાન તજજ્ઞોના મત મુજબ ચોમાસા દરમિયાન વાવાઝોડું હંમેશા નુકસાન પહોંચાડતું આવ્યું છે. અગાઉ પણ અનેક વખત બની ચૂક્યું છે. ચોમાસા પહેલા જ્યારે પણ અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાયું છે ત્યારે ચોમાસાની ચાલને પ્રતિકૂળ અસર પહોંચી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer