ભારત નેપાળ વચ્ચે વેપાર અને પરિવહન કરારમાં સુધારણા થશે

એજન્સીસ, કોલકાતા, તા. 14 જૂન
ભારત અને નેપાળ વચ્ચે વેપાર અને પરિવહન વિશેના કરારોમાં વ્યાપક સુધારણા કરવામાં આવશે, જેમાં બંને રાષ્ટ્રો વચ્ચે નવી પરિવહન દ્વારા કાર્ગો ટ્રાન્સપોર્ટનો સમાવેશ કરવામાં આવશે.
ઈનલેન્ડ વોટરવેઝ અૉથોરિટી અૉફ ઈન્ડિયાના ચેરમેન પ્રવીર પાંડેના જણાવ્યા મુજબ 1991માં થયેલા ભારત-નેપાળ કરાર હેઠળ માત્ર રોડ અને રેલવે દ્વારા કાર્ગો પરિવહનની પરવાનગી આપવામાં આવે છે. ભારત અને નેપાળ વચ્ચે જળ માર્ગનો વિકાસ કરવા અમે કામ કરી રહ્યા છીએ, જે કાર્ગો અત્યારે કોલકાતા અથવા વિઝાગ આવે છે, તેને રોડ અથવા રેલ માર્ગે નેપાળ લઈ જવામાં આવે છે. વેપાર કરારમાં આ બેજ પરિવહન માધ્યમને પરવાનગી આપવામાં આવી હોવાથી આમ થાય છે. આ કરારમાં સુધારણા થઈ રહી છે, જેથી જળ પરિવહનનો તેમાં સમાવેશ કરી શકાય, એમ પાંડેએ જણાવ્યું હતું.
બંને દેશોના વાણિજ્ય પ્રધાનોએ આ સુધારો કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે, આ માટે સંખ્યાબંધ મીટિંગો પણ થઈ છે, અમે તેમાં સુધારિત કરારનો મુસદ્દો પણ ઘડવામાં આવ્યો છે, મને અપેક્ષા છે કે ટૂંક સમયમાં આ સુધારિત કરાર અમલમાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer